Face Of Nation 30-03-2022 : કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો થઈ શકે છે. પહેલી જાન્યુઆરી, 2022થી DAમાં વધારો લાગુ કરવાનો પ્રસ્તાવ છે. માનવામાં આવી રહ્યું છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બેઠકમાં યોજાનારી કેબિનેટની બેઠકમાં આજે તેને મંજૂરી મળી શકે છે. જો સરકાર આજે આ અંગે નિર્ણય લેશે તો તેનાથી 48 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનધારકોને ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીએ, સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતા ભથ્થામાં જાન્યુઆરી અને જુલાઈમાં વર્ષમાં બે વખત વધારવામાં આવે છે.
આજે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવી શકે છે
મોંઘવારી ભથ્થું 3 ટકાથી વધીને 34 ટકા થશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે સરકારી કર્મચારીઓ માટે મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. સરકાર મોંઘવારી ભથ્થું 3 ટકા સુધી વધારી શકે છે, હાલમાં કેન્દ્રીય કર્મચારીઓને 31 ટકા મોંઘવારી ભથ્થું આપવામાં આવી રહ્યું છે. જો કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી મળી જશે તો સરકારી કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 3 ટકાથી વધીને 34 ટકા થઈ જશે. મોંઘવારી ભથ્થામાં વધારાની સરકારની જાહેરાત સાતમા પગાર પંચની ભલામણના આધારે થશે. 2006 માં, કેન્દ્ર સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થાની ગણતરીની ફોર્મ્યુલા બદલી. કેન્દ્ર સરકારે ગયા વર્ષે ઓક્ટોબરમાં કેન્દ્રીય કર્મચારીઓનો DA 28 ટકાથી વધારીને 31 ટકા કર્યો હતો. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).