Home Uncategorized ચીનમાં કોરોનાની સંખ્યા વધી; શંઘાઈ શહેરને પણ અડધું બંધ કરી દેવાયું; કર્મીઓ...

ચીનમાં કોરોનાની સંખ્યા વધી; શંઘાઈ શહેરને પણ અડધું બંધ કરી દેવાયું; કર્મીઓ માટે ઓફિસમાં ખાવા-સુવાની વ્યવસ્થા કરાઈ!

Face Of Nation 30-03-2022 : ચીનના શંઘાઈમાં લોકડાઉનથી અર્થવ્યવસ્થાને અસર થવાની સૌથી વધુ શક્યતા છે. એવામાં કર્મચારીઓ માટે ઓફિસોમાં રહેવાની અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શંઘાઈના લુજિયાઝુઈ જિલ્લામાં લગભગ 20 હજાર કર્મચારી, બેન્કર્સ અને વેપારીઓ ઓફિસમાં જ રહી રહ્યાં છે. સમગ્ર યુરોપ સહિત ચીનમાં કોરોનાના કેસો ફરીથી મોટી સંખ્યામાં નોંધાવવાના શરૂ થયા છે. નવો વેરિયન્ટ પ્રત્યેક દિવસે ચીનમાં નવા-નવા રેકોર્ડ બનાવી રહ્યો છે. તો બીજીતરફ ચીનમાં ઝડપી વધી રહેલા કેસના પગલે કેટલાક શહેરોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે. સોમવારે ચીનના ફાઈનાન્શિયલ શહેર શંઘાઈને પણ અડધું બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં મંગળવારે ચીનમાં રેકોર્ડ 4,477 કેસ પ્રકાશમાં આવ્યા હતા. એવામાં એક પછી એક વિવિધ શહેરોમાં લાગુ કરવામાં આવી રહેલા લોકડાઉનથી ચીનની અર્થવ્યવસ્થાને અસર પહોંચી છે.
કર્મચારીઓ માટે ખાવા-સુવાની વ્યવસ્થા કરાઈ
ફાઈનાન્શિયલ હબ હોવાના કારણે શંઘાઈમાં લોકડાઉનથી અર્થવ્યવસ્થા નબળી થવાની શક્યતા છે. આ સંજોગોમાં કર્મચારીઓ માટે ઓફિસમાં જ રહેવા અને ખાવાની વ્યવસ્થા કરવામાં આવી છે. શંઘાઈના લિજુયાઝુઈ જિલ્લામાં લગભગ 20 હજાર કર્મચારી, બેન્કર્સ અને વેપારીઓ ઓફિસોમાં જ રહી રહ્યાં છે. તેમના માટે અહીં જ સુવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. સ્લીપિંગ બેગ પણ મંગાવવામાં આવી છે અને ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.
લોકડાઉન પહેલા કર્મીઓને ઓફિસે બોલાવ્યા
શંઘાઈનું લુજિયાઝુઈ શહેર શેર, બોન્ડ, વિદેશી મુદ્રાનું ચીનનું સૌથી મોટુ બજાર છે. ગત વર્ષ અહીં 2500 ટ્રિલિયન યુઆન(292 ટ્રિલિયન ડોલર)થી વધુની નાણાંકીય લેવડદેવડ થઈ હતી. એવામાં લોકડાઉનથી અહીંની વ્યવસ્થાને અસર થઈ શકે છે. આ કારણે લોકડાઉન લાગુ થતા પહેલા જ અહીં કર્મચારીઓને ઓફિસે બોલાવવામાં આવ્યા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).