Face Of Nation 30-03-2022 : રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ 35મા દિવસે પણ ચાલુ છે. રશિયાના સૈનિકો કિવમાંથી પીછેહટ કરી રહ્યા હોવાના અહેવાલો આવી રહ્યા છે. આ તરફ યુક્રેનના જનરલ સ્ટાફે કહ્યું હતું કે રશિયાના સૈનિકો ધ્યાન ભટકાવવા માટે માત્ર અમુક યુનિટ્સનું રોટેશન કરી રહ્યા છે. બીજી તરફ, અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે કિવની આસપાસ રશિયાના સૈનિકોની મૂવમેન્ટ જોવા મળી રહી છે. સૈનિકો પરત ફરી રહ્યા નથી. ઊલટાનું સૈનિકોને નવેસરથી તહેનાત કરવાના સંકેતો મળી રહ્યા છે.
માયકોલાવમાં પડ્યું રશિયન રોકેટ, 12નાં મોત
રશિયન સૈનિકો સતત યુક્રેનનાં શહેરોમાં બોમ્બમારો કરી રહ્યા છે, જેનાથી તમામ શહેરો ખંડેરમાં તબદિલ થઈ ચૂક્યા છે. આ દરમિયાન માયકોલાવમાં રશિયાએ રીજનલ એડમિનિસ્ટ્રેટિવ હેડક્વાર્ટરના બિલ્ડિંગ પર રોકેટથી એટેક કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 12 લોકોનાં મોત થયાં છે, જ્યારે 33 અન્ય લોકોના ઘાયલ થવાના સમાચાર છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અટકાવવા માટે રાજદ્વારી ઉકેલ માટે તુર્કીમાં ચાલી રહેલી બેઠક પૂરી થઈ ગઈ છે. રશિયાના પ્રતિનિધિમંડળે આ બેઠકને સકારાત્મક ગણાવી છે. જોકે હજુ સુધી બન્ને દેશ વચ્ચે યુદ્ધવિરામ અંગે અંતિમ સમજૂતી થઈ શકી નથી. આ બેઠક બાદ રશિયાના એક પ્રતિનિધિમંડળના એક સભ્યએ દાવો કર્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીની તુર્કીમાં મુલાકાત યોજાઈ શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).