Face Of Nation 30-03-2022 : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી પહેલાં જ ગુજરાતમાં અવરજવર વધશે. ત્યારે 21મી એપ્રિલના રોજ પ્રધાનમંત્રી મોદી ગુજરાત પ્રવાસે આવશે. સી.આર પાટીલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીનો આ કાર્યક્રમ દાહોદમાં રાખવામાં આવ્યો છે. અહીં તેઓ વિવિધ વિકાસનાં કામોનું લોકાર્પણ કરશે. ચાર રાજ્યોના ભવ્ય વિજય બાદ તેઓ દાહોદમાં આવી રહ્યા છે. તેઓ અમદાવાદ આવ્યા ત્યારે આપ સૌના સાથ સહકારથી ભવ્ય રોડ શોનું આયોજન કરવાનાં આવ્યું હતું. આ રોડ શો બાદ મોદીએ કહ્યું હતું કે રોડ શો ઘણા કર્યા, પણ હાઇવે પરનો રોડ શો આવો ક્યારેય થયો નથી.
3 લાખથી વધુ કાર્યકર્તાઓ ભેગા કરવાનું આયોજન
પ્રદેશ પ્રમુખે ભવ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે મહિસાગર, પંચમહાલ, વડોદરા અને દાહોદના 3 લાખથી વધુ કાર્યકર્તાઓને ભેગા કરવાનું આહવાન કર્યું હતું. મોદીના કાર્યક્રમમાં કાર્યકર્તાઓને લાવવા માટે વાહનવ્યવહારની પણ સગવડ કરાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Politics 21મી એપ્રિલે પ્રધાનમંત્રી મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવશે, દાહોદથી ફુંકશે ચૂંટણીનું રણશિંગુ