Home News સ્કૂલોની ‘મનમાની’ પર મારી બ્રેક; પંજાબમાં ખાનગી સ્કૂલો પર ફી વધારવા પર...

સ્કૂલોની ‘મનમાની’ પર મારી બ્રેક; પંજાબમાં ખાનગી સ્કૂલો પર ફી વધારવા પર મૂક્યો પ્રતિબંધ: માન

Face Of Nation 30-03-2022 : પંજાબના મુખ્યમંત્રીએ વધુ એક જનહિતાર્થનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ભગવંત માને ખાનગી સ્કૂલોની મનમાની પર બ્રેક મારી દઈને તેમને ફી વધારવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. મુખ્યમંત્રી માને કહ્યું કે પંજાબ સરકારે શિક્ષણ સંબંધિત બે મોટા નિર્ણય લીધા છે. રાજ્યની તમામ ખાનગી સ્કૂલોને ચાલુ સેમેસ્ટરમાં ફી ન વધારવાનો આદેશ આપી દેવાયા છે. તાત્કાલિક અસરથી આ નિર્ણય લાગુ પડશે.
કોઈ એક જગ્યાથી યુનિફોર્મ લેવાનું નહીં કહી શકે
શિક્ષણ સંબંધિત બીજા મોટા નિર્ણયની જાણકારી આપતા મુખ્યમંત્રી માને કહ્યું કે, કોઈ એક નિશ્ચિત દુકાન કે સ્ટોરમાંથી યુનિફોર્મ અને ચોપડા-ચોપડીઓ લેવાનું સ્કૂલો વાલીઓને નહીં કહી શકે. સ્કૂલો જે તે વિસ્તારમાં તેમના યુનિફોર્મ અને પુસ્તકો મળી રહે તે સુનિશ્ચિત કરશે અને આ રીતે વાલીઓ તેમના મનગમતા સ્ટોર કે દુકાનમાંથી પુસ્તકો કે યુનિફોર્મ ખરીદી શકશે.
વાલીઓને મોટી રાહત
પંજાબના મુખ્યમંત્રી માનના બે મોટા નિર્ણયથી વાલીઓને મોટી રાહત મળશે. દેશના બીજા રાજ્યોએ પણ આ નિર્ણયનો અમલ કરવા જેવો છે જેથી કરીને ગરીબ બાળકો પણ ખાનગી સ્કૂલમાં સારુ શિક્ષણ મેળવી શકે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).