Home Politics કોંગ્રેસ માધવસિંહ સોલંકીની ‘ખામ’ થિયરી અજમાવશે; પ્રશાંત કિશોર ‘PODAM’ થિયરીને ગુજરાતમાં કરશે...

કોંગ્રેસ માધવસિંહ સોલંકીની ‘ખામ’ થિયરી અજમાવશે; પ્રશાંત કિશોર ‘PODAM’ થિયરીને ગુજરાતમાં કરશે લાગુ?

Face Of Nation 30-03-2022 : કોંગ્રેસ નેતૃત્વએ ગુજરાતની સંપૂર્ણ જવાબદારી હવે પ્રશાંત કિશોરને સોંપી છે. ત્યારે પ્રશાંત કિશોર નવી રણનીતિ સાથે ગુજરાતની રાજનીતિમાં સક્રિય થાય તેવી શક્યતા છે. ત્યારે વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, પ્રશાંત કિશોર ‘PODAM’ થીયરીને ગુજરાતમાં લાગુ કરી શકે છે. ‘PODAM’ થીયરી એટલે કે P એટલે પાટીદાર, O એટલે ઓબીસી, D એટલે દલિત, A એટલે આદિવાસી અને M એટલે મુસ્લિમ મતદારોને આકર્ષવા માટેની રણનીતિ બનાવી શકે છે અને કોંગ્રેસ ‘PODAM’ થીયરીથી ગુજરાતનો ગઢ સર કરવાના સપના જોઇ રહી છે.
માધવસિંહ વખતે કોંગ્રેસે 182માંથી 149 બેઠકો જીતી હતી
માધવસિંહે સોલંકી રાજ્યમાં ખામ થીયરી લાવ્યા હતા અને જેના પરિણામે તેમણે સત્તા મેળવી હતી. ખામ થીયરીમાં ક્ષત્રિય, દલિત, આદિવાસી અને મુસ્લિમ એમ ચાર સમાજનો સમાવેશ થતો હતો. આ વખતની ‘PODAM’ થિયરી તેમાં પાટીદારોના સમાવેશ સાથેનું નવું સ્વરૂપ છે. ખામ થીયરી અપનાવ્યા બાદ 1980માં વિધાનસભા ચૂંટણીમાં માધવસિંહના નેતૃત્વમાં કોંગ્રેસે 182માંથી 149 બેઠકો જીતી હતી, આ વિક્રમ આજ સુધી ગુજરાતના એક પણ રાજકીય પક્ષ કે મુખ્યમંત્રી તોડી શક્યા નથી.
શું છે ખામ થિયરી?
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી ‘KHAM’ એટલે કે (K-ક્ષત્રિય, H-હરિજન, A-આદિવાસી અને M-મુસ્લિમ). ખામ થિયરીની વાત કરીએ તો વર્ષ 1985માં માધવસિંહ સોલંકીએ આ થિયરીનો ઉપયોગ કરી ગુજરાતમાં 149 બેઠકો જીતી હતી. જે આજ સુધીનો સૌથી વધુ બેઠક જીતવાનો રેકોર્ડ છે.માધવસિંહે રાજ્યમાં મહત્વની ગણાતી 4 જાતિઓ ક્ષત્રિય, આદિવાસી, હરિજન અને મુસ્લિમને સાંકળીને ચૂંટણી જીતવાનો પ્રયોગ કર્યો હતો. જે ખૂબ જ સફળ રહ્યો હતો. હાલના સમયે કોંગ્રેસને આ ચાર જાતિઓ સાથે પાટીદાર મતો પણ મળી શકે છે.તેથી વિધાનસભા જીતવા માટે કોંગ્રેસ ઉત્સાહમાં છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).