Face Of Nation 30-03-2022 : પંજાબ વિધાનસભા ચૂંટણીમાં જીત પછી આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રીય સ્તરે છવાઈ જવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાર્ટીના નેતા 2024 લોકસભા ચૂંટણી માટે રણનીતિ ઘડવામાં લાગી ગયા છે. પરંતુ જો ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનું માનીએ તો ‘આપ’ને કેન્દ્રમાં ભાજપને ટક્કર આપવામાં ઓછોમાં ઓછા 15થી 20 વર્ષનો સમય લાગી શકે છે. પ્રશાંતે પોતાની આ વાતની સાથે આંકડા પણ આપ્યા. તેમણે કહ્યું કે, 2019ની લોકસભા ચૂંટણીમાં આપને કુલ 27 લાખ વોટ મળ્યા હતા. જ્યારે કે, આ દેશમાં કોઈપણ પક્ષની સરકાર બનવા માટે અથવા તો એમ કહીએ કે, દેશ જીતવા માટે 20 કરોડથી વધુ વોટ જોઈએ. આટલા વોટ મેળવવા માટે માત્ર થોડા વર્ષો જ પૂરતા નહીં હોય. કોઈપણ પાર્ટીને આ સ્તરે પહોંચવા માટે દાયકા લાગે છે. પ્રશાંત કિશોરે કહ્યું કે, ભાજપને ટક્કર આપવા આપવા માટે આપએ લાંબો સમય આપવો પડશે. તેમાં 15થી 20 વર્ષ કે તેનાથી પણ વધુ સમય લાગી શકે છે. થોડી રાતોમાં જ એ ન થઈ શકે. એક-બે રાજ્યમાં જીત અલગ વાત હોઈ શકે છે, પરંતુ લોકસભા ચૂંટણી જીતવી અલગ વાત છે.
કોંગ્રેસને 2019માં 12 કરોડ વોટ મળ્યા
ભાજપને 2014ની લોકસભા ચૂંટણીની સરખામણીએ 2019ની લોકસભા ચૂંટણીમાં મોટા પ્રમાણમાં લોકોનું સમર્થન મળ્યું હતું. ચૂંટણી પંચના આંકડા મુજબ, 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કુલ 17.16 કરોડ વોટ મળ્યા હતા, પરંતુ જો 2019ની ચૂંટણીની વાત કરીએ તો ભાજપની વોટની ટકાવારીમાં વધારો થયો. 2019ની લોકસભા ચૂંટણીમાં 300થી વધારે બેઠકો જીતનારા ભાજપને કુલ 22.90 કરોડ વોટ મળ્યા હતા. 2019માં ભાજપને ઉત્તર પ્રદેશ (4.28 કરોડ), પશ્ચિમ બંગાળ (2.30 કરોડ), મધ્ય પ્રદેશ (2.14 કરોડ), રાજસ્થાન (1.90 કરોડ), ગુજરાત (1.80 કરોડ) અને મહારાષ્ટ્ર (1.49 કરોડ)માં વોટ મળ્યા હતા. કોંગ્રેસ આ મામલે બીજા નંબરે છે. કોંગ્રેસને 2019ની લોકસભા ચૂંટણીમાં 12 કરોડ વોટ મળ્યા હતા. આ ચૂંટણીઓમાં કોંગ્રેસને મળેલા વોટની ટકાવારી 2014ની લોકસભા ચૂંટણી (19.3 ટકા)ની સરખામણીમાં વધીને 19.5 ટકા વધી હતી. કોંગ્રેસને 2019ની લોકસભા ચૂંટણીમાં 1.25 કરોડથી વધુ વોટ મળ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).