Face Of Nation 31-03-2022 : ભારતનો દક્ષિણ પાડોશી દેશ શ્રીલંકા તેની આઝાદી બાદ સૌથી ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં મોંઘવારી દર 17%ને પાર કરી ગયો છે. બુધવારથી 10 કલાકનો વીજ કાપ શરૂ થયો છે. લોકો પાસે અંધારામાં રહેવા સિવાય કોઈ વિકલ્પ નથી. આવશ્યક ચીજવસ્તુઓ 4 ગણી મોંઘી થઈ ગઈ છે. આવી સ્થિતિમાં લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને પ્રજા રસ્તા પર ઉતરી આવી છે. તો બીજીતરફ પેરાસીટામોલની 10 ગોળી માટે 420 થી 450 રૂપિયા ચૂકવવા પડે છે અને ઘણી દવાઓ બિલકુલ મળતી નથી. હોસ્પિટલોમાં જરૂરી સાધનોના અભાવે સર્જરી અને ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યા છે.
ફુગાવો 17.5% પર પહોંચ્યો
શ્રીલંકામાં આ સમયે વિદેશી હૂંડિયામણનો ભંડાર નથી. આવી સ્થિતિમાં, તેઓ ઇંધણ ખરીદવા સક્ષમ છે, ન ખોરાક, ન દવાઓ. શ્રીલંકાએ વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માર્ચ 2020માં વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો હતો. હવે સ્થિતિ એવી છે કે મોંઘવારી દર 17.5% પર પહોંચી ગયો છે. થર્મલ પાવર પ્લાન્ટમાં ઇંધણ નથી, જેના કારણે દરરોજ પાંચ-પાંચ કલાક વીજળી કાપવામાં આવી રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).