Face Of Nation:રાજસ્થાનના બારાં જિલ્લાના છબડા વિસ્તારમાં બુધવારે એક ગટરમાંથી 300થી વધારે એટીએમ કાર્ડ પડેલા મળ્યા હતા. બિનવારસી એટીએમ કાર્ડ મળવાની ખબરથી ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક તંત્રમાં હડકંપ મચી ગઇ હતી.
રાજસ્થાનના બારાં જિલ્લાના છબડા વિસ્તારમાં બુધવારે એક ગટરમાંથી 300થી વધારે એટીએમ કાર્ડ પડેલા મળ્યા હતા. બિનવારસી એટીએમ કાર્ડ મળવાની ખબરથી ક્ષેત્રીય ગ્રામીણ બેન્ક તંત્રમાં હડકંપ મચી ગઇ હતી. ગામના અને ગરીબ લોકો સાથે જોડાયેલી વડાપ્રધાન જનધન યોજના અંતર્ગત બેન્ક ખાતાઓ ખોલ્યા પછી કાર્ડને ગામો સુધી પહોંચાડવામાં આવે છે. 2016માં ઇશ્યૂ થયેલા આ કાર્ડ બેંક ખાતાધારકો પાસે મોકલવામાં આવ્યા હતા. પરંતુ બેન્ક પ્રશાસની બેદરકારીના કારણે આવું થયું છે.
જનધન યોજના અંતર્ગત ખાતા ખોલ્યાના આશરે ત્રણ વર્ષ બાદ છબડાના બડૌદા રાજસ્થાન ગ્રામીણ બેન્કના આ એટીએમ કાર્ડ ગ્રાહકો સુધી પહોંચવાના બદલે નાળામાં પડેલા મળ્યા હતા. જ્યારે રાહદારીએ બંધ લિફાફામાં એટીએમ કાર્ડ નાળામાં પડેલા જોયા તો બેન્કને જાણ કરવામાં આવી હતી. જેના કારણે બેન્ક અધિકારીઓમાં હડકંપ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ બેન્ક કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા અને ગટરમાંથી કાર્ડ ભેગા કરીને બેન્ક લઇને આવ્યા હતા.
મળતી માહિતી પ્રમાણે બડોદા રાજસ્થાન શ્રેત્રીણ ગ્રામીણ બેન્કમાં દરેક એટીએમ કાર્ડ સીધા જ ગ્રાહકો સુધી નહીં પરંતુ બેન્ક પહોંચે છે. બેન્કથી ગ્રાહકોને એટીએમ કાર્ડ વિતરણ કરવામાં આવે છે. પરંતુ ગટરમાં એટીએમ કાર્ડ પહોંચતા બેન્કની બેદરકારી છતી થાય છે.
બેન્ક મેનેજર ગુલાબચંદ બેરવાના જણાવ્યા પ્રમાણે દરેક એટીએમ કાર્ડ ત્રણ વર્ષ પહેલા વેચવા માટે બેન્કથી મોકલવામાં આવ્યા હતા. પરંતુ આમા કેટલાક ખાતાઓ બંધ થઇ ગયા છે. કેટલાક બ્લોક થવાના કારણે વહેંચવામાં નથી આવ્યા. શરુઆતી તપાસમાં સામે આવ્યું છે કે, જે વ્યક્તિને એટીએમ કાર્ડ વહેંચવાની જવાબદારી આપવામાં આવી છે. તેની પાસે જ આ રાખવામાં આવ્યા હતા. બેન્ક મેનેજર પ્રમાણે જે વ્યક્તિને આ જવાબદારી આપવામાં આવી હતી તેના ત્યાંથી તેનો સામાન અન્ય જગ્યાએ સિફ્ટ કરવામાં આવી રહ્યો હતો. એ દરમિયાન બેદરકારીથી આ કાર્ડ ગટરમાં પડ્યા હશે.