Face Of Nation 31-03-2022 : પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાન ગુરુવારે રાત્રે દેશને સંબોધિત કરવાના છે. આજે નીચલા ગૃહમાં ઇમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર પણ ચર્ચા થશે. નીચલા ગૃહનો કાર્યક્રમ સાંજે શરૂ થશે. પહેલા એવા સમાચાર હતા કે પ્રધાનમંત્રી બુધવારે દેશને સંબોધન કરવાના છે. પરંતુ બાદમાં સંબોધન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રીની પાર્ટીના સાંસદ ફૈઝલ જાવેદ ખાને જણાવ્યું હતું કે ઈમરાન ખાનનું બુધવારનું નિર્ધારિત સંબોધન મોકૂફ રાખવામાં આવ્યું છે. તો બીજીતરફ આ પ્રસ્તાવ પર પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફની દીકરી મરિયમ નવાઝનું કહેવું છે કે, ઈમરાન ખાન દેશના ગુનેગાર છે. તેમને બેકડોરથી ભાગવાની મંજૂરી નહીં આપવામાં આવે.
175 સાંસદોનું સમર્થન છે
વિપક્ષે દાવો કર્યો હતો કે સરકારને તોડવા માટે તેમની પાસે 175 સભ્યોનું સમર્થન છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના પ્રમુખ મૌલાના ફઝલુર રહેમાને પણ કહ્યું હતું કે વિપક્ષને 175 સાંસદોનું સમર્થન મળ્યું છે. વડાપ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવા માટે વિપક્ષને માત્ર 172 સભ્યોના સમર્થનની જરૂર છે. જો કે સત્તારૂઢ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ને વધુ એક આંચકો લાગ્યો છે. પીટીઆઈના સહયોગી મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P) એ શાસક ગઠબંધન સાથે સંબંધો તોડી નાખ્યા છે. આટલું જ નહીં મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P) એ પણ વિપક્ષ સાથે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).