Face Of Nation 01-04-2022 : શ્રીલંકામાં વીજળી બચાવવા માટે સ્ટ્રીટ લાઈટને પણ બંધ રખાઈ રહી છે. શ્રીલંકાના વીજળી મંત્રી પવિત્રા વનિયારાચીએ ગુરુવારે કહ્યું કે સ્ટેટ પાવર મોનોપોલીએ પણ 13 કલાકના વીજળી કાપને લાગુ કર્યો છે. તે પાછળનું કારણ એવું છે કે તેમની પાસે જનરેટર માટે ડિઝલ પણ નથી. મંત્રીએ કહ્યું કે અમે અધિકારીઓને વીજળી બચાવવામાં મદદ કરવા માટે સમગ્ર દેશમાં સ્ટ્રીટ લાઈટ બંધ કરવાનો આદેશ આપ્યો છે.તેમણે કહ્યું કે દસ વર્ષ પછી દેશમાં આ પ્રકારનું આર્થિક સંકટ પેદા થયું છે. જેના પગલે અહીં મુખ્ય માર્કેટોમાં વીજળી કાપનો નિરાશાજનક નિર્ણય લેવામાં આવ્યો છે.
દેખાવકારો પર લાઠીચાર્જ
દેખાવ દરમિયાન દેખાવકારો અને પોલીસ વચ્ચે ઝંપાઝપી પણ થઈ હતી. સ્થિતિ એટલી બગડી ગઈ કે સ્પેશિયલ ટાસ્ક ફોર્સને બોલાવવી પડી. ઝંપાઝપી તે સમયે શરૂ થઈ જ્યારે પોલીસે દેખાવકારોને ભગાડવાની કોશિશ કરી. તેના પગલે પોલીસ પર પથ્થરો પણ ફેંકવામાં આવ્યા હતા. પછીથી પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
હિંસામાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ
બીજી તરફ વધી રહેલી આર્થિક સમસ્યાને લઈને લોકો રોડ પર ઉતરીને દેખાવો કરી રહ્યાં છે. ગુરુવારે મોડીરાતે હજારો લોકોએ રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેના નિવાસની બહાર દેખાવો કર્યા હતા. લોકો પોસ્ટર લહેરાવતા નારેબાજી કરી રહ્યાં હતા. આ દરમિયાન થયેલી હિંસામાં ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે.
ટુરિઝમ ઠપ થવાથી દેવામાં ડૂબ્યું
શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ટુરિઝમ સેક્ટરનો મોટો રોલ છે. જોકે કોરોનાના મારના પગલે આ સેકટરનું યોગદાન મોટા પ્રમાણમાં ઘટ્યું છે. ટુરિઝમ દેશ માટે ફોરેન કરન્સીનો ત્રીજો મોટો સોર્સ છે. તે નબળું પડવાથી દેશનો વિદેશી મુદ્રા ભંડાર લગભગ ખાલી થઈ ચુક્યો છે. લગભગ 5 લાખ શ્રીલંકાના લોકો ટુરિઝમ પર સીધા નિર્ભર છે. જ્યારે 20 લાખ અપ્રત્યક્ષ રીતે જોડાયેલા છે. શ્રીલંકાની GDPમાં ટુરિઝમનું 10 ટકાથી વધુ યોગદાન છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).