Home Special ટ્રેનમાં ચૈત્રી નવરાત્રિ પર મળશે સ્પેશિયલ ભોજન; IRCTCએ 99 રૂપિયામાં લોન્ચ કર્યું...

ટ્રેનમાં ચૈત્રી નવરાત્રિ પર મળશે સ્પેશિયલ ભોજન; IRCTCએ 99 રૂપિયામાં લોન્ચ કર્યું ‘સ્પેશિયલ મેનુ’!

Face Of Nation 01-04-2022 :  બીજી એપ્રિલથી શરૂ થવા જઈ રહેલી ચૈત્રી નવરાત્રિને લઈને ભારતીય રેલના IRCTC પણ તૈયારી કરી રહ્યું છે. નવરાત્રી વખતે વ્રત કરતા યાત્રાળુઓને ટ્રેનોમાં ખાસ નવરાત્રી સ્પેશિયલ મેનુ મળશે. આ મેનુમાં લસણ-ડુંગળીનો ઉપયોગ નહીં કરવામાં આવે. ટ્રેનમાં યાત્રા કરતા લોકો જેમનો ઉપવાસ હોય તેમને ભોજનની સમસ્યા થાય છે. એવામાં IRCTCએ વ્રત કરતા લોકોની ખાવા પીવાની દરેક ટેન્શનને ખતમ કરી દીધી છે અને ટ્રોનમાં તેમની સીટ પર જ વ્રતનું ભોજન ઉપલબ્ધ કરવાની જાહેરાત કરી છે.
ફક્ત 99 રૂ.થી શરૂ થશે નવરાત્રિ સ્પેશિયલ મેનુ
IRCTC દ્વારા જાહેર કરવામાં આવેલા આ નવરાત્રી સ્પેશિયલ મેનુમાં મળતા ભોજનની શરૂઆત 99 રૂપિયાથી થઈ રહી છે. ટ્રેનમાં યાત્રા કરનાર લોકો જેમનું વ્રત છે તેઓ ટિકિટ બુક કરતી વખતે નવરાત્રી સ્પેશિયલ ભોજન માટે ઓર્ડર આપી બુલ કરી શકે છે. તે ઉપરાંત IRCTCની ઈ-કેટરિંગમાંથી પણ ભોજન ઓર્ડર કરી શકાય છે. તેની સાથે જ યાત્રી 1323 પર કોલ કરીને પણ ભોજન ઓર્ડર કરી શકે છે.
નવરાત્રી સ્પેશિયલ મેનુમાં શું છે ખાસ?
એવામાં IRCTCના નવરાત્રિ સ્પેશિયલ મેનુમાં સ્ટાર્ટર્સ, મેન કોર્સ અને ડેઝર્સનો સમાવેસ થાય છે. સ્ટાર્ટર્સમાં બટાકાની વેફર અને સાબુદાણાની ટિક્કીને શામેલ કરવામાં આવી છે. મેન કોર્સમાં પનીર મખમલી અને પરોઠા, સાબુદાણાની ખિચડી અને દહીં, નવરાત્રી થાળી, કોફ્તા કરી શામેલ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ડેઝર્ટમાં સીતાફળની ખીરને શામેલ કરવામાં આવી છે. ટ્રેનોમાં ચૈત્રી નવરાત્રીના પહેલા દિવસથી એટલે કે 2 એપ્રિલથી આ વ્રતનું ભોજન મળવાનું શરૂ થઈ જશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).