Home Special ‘આરાધનાનું પર્વ એટલે ચૈત્ર નવરાત્રિ’; આવતીકાલથી ચૈત્ર નવરાત્રિનો 30 વર્ષ બાદ શનિવારે...

‘આરાધનાનું પર્વ એટલે ચૈત્ર નવરાત્રિ’; આવતીકાલથી ચૈત્ર નવરાત્રિનો 30 વર્ષ બાદ શનિવારે થશે પ્રારંભ!

Face Of Nation 01-04-2022 : શક્તિ ઉપાસનાનાં પર્વ નવરાત્રીને દેશમાં હર્ષોલ્લાસથી મનાવવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસોમાં માતા દુર્ગાનાં 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આખા વર્ષમાં 4 નવરાત્રી આવે છે. જેમાંથી ચૈત્ર અને શારદીય નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. ચૈત્ર નવરાત્રી આ વર્ષે 2 એપ્રિલ 2022થી શરૂ થઈને 11 એપ્રિલ 2022 સુધી છે. ધાર્મિક માન્યતા છે કે નવરાત્રીમાં માતાની પૂજાથી વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે.
ચૈત્ર નવરાત્રીનાં વાસ્તુ ઉપાય
ચૈત્ર નવરાત્રીનાં પહેલા દિવસે ઘટસ્થાપના કરવામાં આવે છે. કળશ સ્થાપના ઇશાન કોણ કે ઉત્તર-પૂર્વ કોણમાં કરવી જોઈએ. વાસ્તુ શાસ્ત્રમાં ઇશાન કોણને પૂજા-પાઠ માટે સૌથી શુભ અને ઉત્તમ માનવામાં આવે છે. આથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે. નવરાત્રીમાં દુર્ગાની અખંડ જ્યોતને અગ્નેય દિશા એટલે કે દક્ષિણ-પૂર્વ કોણમાં રાખો. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, આવું કરવાથી ઘરનાં દોષો દૂર થાય છે. સદસ્યોની બિમારીઓ દૂર થાય છે અને શત્રુઓ પર વિજય મળે છે. ચૈત્ર નવરાત્રીનાં 9 દિવસ દરમિયાન રોજ ઘરના મેન ગેટ પર માતા લક્ષ્મીનાં ચરણ અંદરની તરફ આવતા બનાવો. આમ કરવાથી માતા લક્ષ્મીની કૃપા ધન-વૈભવ વધારે છે. નવરાત્રી દરમિયાન વ્યાપારીઓ પોતાના ઓફિસ – દુકાનનાં મેં ગેટ પર એક વાસણમાં પાણી ભરીને પૂર્વ કે ઉત્તર દિશામાં રાખી દો. સાથે જ આ પાણીમાં લાલ અને પીળા રંગના ફૂલ રાખી દો. આમ કર્વાતાહી બીઝનેસમાં સફળતા મળે છે.
ચૈત્ર નવરાત્રી કળશ સ્થાપના અને મુહૂર્ત
>> બીજી એપ્રિલનાં રોજ સવારે 6:10 થી 8:31 સુધી >> બપોરે 12:00 થી 12:50 સુધી (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).