Home Uncategorized યુક્રેને પ્રથમ વખત રશિયામાં ઘુસીને કરી એરસ્ટ્રાઈક; યુક્રેનિયન હેલિકોપ્ટરે બેલગોરોડ શહેરના ઓઈલ...

યુક્રેને પ્રથમ વખત રશિયામાં ઘુસીને કરી એરસ્ટ્રાઈક; યુક્રેનિયન હેલિકોપ્ટરે બેલગોરોડ શહેરના ઓઈલ ડેપોને ઉડાવ્યો, જુઓ Video

https://youtu.be/VfbY2K-4GE4

Face Of Nation 01-04-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ 37મા દિવસે પણ ચાલુ છે. હવે રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને તો ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે, જે મુજબ આજથી વિદેશી ખરીદદારોને ગેસ માટે માત્ર રુબલમાં જ ચુકવણી કરવી પડશે. પુતિને કહ્યું હતું કે જો ચુકવણી કરવામાં નહીં આવે તો કરાર અટકાવવામાં આવશે. સાથે જ જર્મનીએ પુતિનના આ પગલાને બ્લેકમેઇલ ગણાવીને નકારી કાઢ્યું હતું. જર્મનીના અર્થતંત્ર મંત્રી રોબર્ટ હેબેકે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન અમને બ્લેકમેઇલ કરી શકશે નહીં. આ સિવાય બ્રિટન અને ફ્રાન્સે પણ આ માગનો વિરોધ કર્યો છે. તેઓ કહે છે, ગેસ ખરીદવાનો કોન્ટ્રેક્ટ પહેલાં યુરો અથવા ડૉલરમાં સેટલ થયો હતો અને આ રીતે વચ્ચે એને તોડી શકાતો નથી. વધુમાં, રશિયા યુરોપના લગભગ ત્રીજા ભાગનો ગેસ સપ્લાય કરે છે.
યુક્રેને રશિયાના ઓઈલ ડેપો પર હુમલો કર્યો
યુક્રેનની સરહદે આવેલું રશિયાનું શહેર બેલ્ગોરોદના ગવર્નરે દાવો કર્યો છે કે યુક્રેનની સેના દ્વારા અહીં એક ઓઈલ ડેપો પર એરસ્ટ્રાઈક કરવામાં આવી છે. તેમણે કહ્યું કે યુક્રેનિયન હેલિકોપ્ટરે તેના પર હુમલો કર્યો છે. વાસ્તવમાં, શુક્રવારે સવારે અહીં ઓઇલ ડેપોમાં ભીષણ આગ લાગી હોવાના પણ સમાચાર મળ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).