Face Of Nation 01-04-2022 : ઈમરાન ખાને રશિયાની મુલાકાતથી નારાજ થયેલા અમેરિકા અંગે વાત કરી. તેણે કહ્યું, ‘આપણા સૌથી શક્તિશાળી દેશે કહ્યું કે, તમે રશિયા કેમ ગયા. એક દેશને કહી રહ્યા છે કે તમે શા માટે રશિયાની મુલાકાત લીધી અને ગુસ્સે થઈ ગયા. ભારત દેશ કે જે ક્વોડની અંદર તેનો ભાગીદાર છે, તેને અમેરિકા તમામ રીતે મદદ કરી રહ્યું છે. જે રશિયા સાથે માત્ર તટસ્થ નથી પરંતુ તેની પાસેથી ઈંધણ પણ લઈ રહ્યું છે. આજે હું યુકેના વિદેશ મંત્રીનું નિવેદન વાંચી રહ્યો હતો, યુકેના વિદેશ મંત્રીએ કહ્યુ કે, અમે ભારતને ના પાડી શકીએ નહીં, કારણ કે તેમની પાસે સ્વતંત્ર વિદેશ નીતિ છે. તે આઝાદ દેશ છે, તો આપણે શું છીએ?’
મુસીબતોથી ઘેરાયેલા ઈમરાન ખાને ઠાલવી વ્યથા
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાને શુક્રવારે ભાષણ આપતાં સ્વતંત્ર વિદેશ નીતિની જરૂરિયાત વિશે જણાવ્યું હતું અને આ દરમિયાન તેમણે ભારતનું નામ પણ લીધું હતું. પોતાની રાજકીય કારકિર્દીના સૌથી ખરાબ તબક્કાનો સામનો કરી રહેલા ઇમરાને કહ્યું, ‘સ્વતંત્ર વિદેશ નીતિ શા માટે જરૂરી છે? આપણી વિદેશ નીતિ સ્વતંત્ર નથી રહી. શરૂઆતમાં તે સાચું હતું, જ્યારે પાકિસ્તાન બન્યું ત્યારે તે નાદાર થઈ ગયું હતું, શરણાર્થીઓ સહિત ઘણી સમસ્યાઓ હતી. પરંતુ વધતી નિર્ભરતાને કારણે સૌથી વધુ નુકસાન પાકિસ્તાનને થયું છે. સમગ્ર એશિયામાં, 60ના દાયકામાં પાકિસ્તાનનો વિકાસ મોડલ તરીકે ઉપયોગ થતો હતો, પરંતુ તે તેની ક્ષમતા હાંસલ કરી શક્યું નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).