Home Uncategorized બજેટમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં કરાયો એક રૂપિયાનો વધારો, હવે પેટ્રોલ...

બજેટમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં કરાયો એક રૂપિયાનો વધારો, હવે પેટ્રોલ અને ડિઝલ થશે મોંઘુ

પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોનું અને તમાંકુ પણ મોંઘું થયુ છે.

Face Of Nation:નિર્મલા સીતારમણ રજૂ કરી રહેલા બજેટમાં પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેને હવે ટૂંક સમયમાં પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો થશે. પેટ્રોલ-ડીઝલ પર 1-1 રૂપિયાનો વધારાનો સેસ લગાવવામાં આવશે.

નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સોનું અને તમાંકુ પણ મોંઘું થયુ છે. સોના પર ટેક્સ વધારીને 10 ટકા ટેક્સથી વધારીને 12.5 ટકા કરી દેવામાં આવી છે. તમાકુ પર પણ વધારાનો ટેક્સ લગાવવામાં આવ્યો છે.