Face Of Nation 01-04-2022 : પાકિસ્તાનના લોકોને સંબોધિત કર્યા બાદ ઈમરાન ખાને આજે પાકિસ્તાની મીડિયા ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતને ખુદ્દાર દેશ ગણાવ્યો છે. આ સાથે જ તેમને પાકિસ્તાનની વિદેશ નીતિ પર કટાક્ષ કરતા કહ્યું- જ્યાં સુધી રશિયા અને અમેરિકા વચ્ચે કોલ્ડ વોર ચાલતું રહ્યું ભારત સંપૂર્ણ રીતે કોઈની સાઈડ લીધી ન હતી. આજે હિન્દુસ્તાનની ફોરેન પોલિસીના કારણે દુનિયાભરમાં તેમના પાસપોર્ટનું માન છે. જ્યારે તમે ખુદ્દાર છો ત્યારે લોકો તમારું સન્માન કરે છે. ઈમરાને આગળ કહ્યું- પાકિસ્તાન પૈસા માટે કોઈની પણ સાઈડ લેતું રહ્યું છે. આજે આપણાં એટલે કે પાકિસ્તાનના પાસપોર્ટની કોઈ જ વેલ્યૂ નથી. ઝુલ્ફિકાર અલી ભુટ્ટો આઝાદ વિદેશ નીતિ ઈચ્છતા હતા, પરંતુ ત્યારના મીર ઝાફર અને મીર સાદિકે વિદેશી લોકોની સાથે મળીને તેમને મારી નખાવ્યા.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).