Face Of Nation:નાણાંમંત્રી નિર્મલા સીતારમણે પોતાના પહેલા બજેટમાં ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરવાની પ્રક્રિયાને ખુબ જ ખુબ સરળ બનાવવામાં આવી છે. નાણાંમંત્રીએ જાહેરાત કરી હતી કે, ઈન્કમ ટેક્ષ રિટર્ન ફાઈલ કરનારાઓ માટે હવે પાન કાર્ડની જરૂર નહીં રહે. પેન કાર્ડ અને આધાર કાર્ડને ઈંટર-ચેંન્જેબલ બનાવી દેવામાં આવ્યું છે. આઈટીઆર હવે આધાર કાર્ડ સાથે પણ ફાઈલ કરી શકાશે.
નાણાંમંત્રીએ જણાવ્યું હતું કે, કરદતાઓ માટે સુવિધા વધારવા પર અમારી સરકાર ભાર આપી રહી છે. હવે આઈટીઆર ફાઈલ કરવા માટે પેન કાર્ડ અને આધાર કાર્ડને ઈંટર-ચેન્જેબલ બનાવવામાં આવી રહ્યું છે. પેન કાર્ડ ના હોય તો હવે જેની પાસે પણ આધાર કાર્ડ છે તે પણ આઈટીઆર ફાઈલ કરી શકશે. આધાર કાર્ડ મારફતે પણ આઈટીઆર ફાઈલ કરી શકાશે.
હોમ લોન પર 1.5 લાખની વધારાની છૂટ
બજેટમાં મધ્યમ વર્ગને કેટલીક મહત્વની રાહત આપવામાં આવી છે. 45 લાખ સુધીના ઘર પર હોમ લોનની વ્યાજ પર છુટછાટની મર્યાદા વધારીને 1.5 લાખથી વધારીને 3.5 લાખ કરી દેવામાં આવી છે. તેવી જ રીતે ઈ-વાહન પર પણ 1.5 લાખ સુધીની ટેક્ષ છુટ આપવામાં આવી છે.