Home World પુતિનના આર્મી પાસે ફાઈટર જેટ, શિપ અને ક્રૂઝ મિસાઈલના પાર્ટ્સની તીવ્ર અછત;...

પુતિનના આર્મી પાસે ફાઈટર જેટ, શિપ અને ક્રૂઝ મિસાઈલના પાર્ટ્સની તીવ્ર અછત; જે પાર્ટ્સ બને છે યુક્રેનમાં!

Face Of Nation 02-04-2022 : રશિયા અને યુક્રેન યુદ્ધને એક મહિનાથી પણ વધારે સમય થઈ ચૂક્યો છે. અને હવે ધીમે-ધીમે પુતિનની સેના પાસે હથિયારોની અછત ઉભી થઈ ગઈ છે. ગત રાત્રિએ આ વિગતો સામે આવી છે. ઈંગ્લેન્ડના રક્ષા સૂત્રોએ ખુલાસો કર્યો છે કે, રશિયાની સેનાને જે મિલિટ્રી હાર્ડવેરની જરૂર પડે છે, તે યુક્રેનમાં બને છે. જેને કારણે રશિયાની સેનામાં હવે હથિયારોની અછત ઉભી થવા લાગી છે અને તે હથિયારોનો સ્ટોક કરી શકતા નથી. આ ખુલાસો એવાં સમયે થયો છે કે, જ્યારે યુક્રેનના પ્રેસિડેન્ટ વોલ્દોમીર ઝેલેન્સ્કીની સેના દ્વારા કીવની આસપાસ રહેલાં અનેક શહેરો તેમજ ઉત્તરમાંથી રશિયન સેનાને ખદેડી દેવામાં આવી છે. રશિયાના આક્રમણના આટલાં દિવસો બાદ યુક્રેનની સેના આ શહેરોમાં રશિયાની સેના પર ભારે પડી રહી છે.
તમામ પાર્ટસની સપ્લાય યુક્રેન પૂરું પાડતું હતું
યુક્રેન રશિયાને ક્રૂઝ મિસાઈલ, હેલિકોપ્ટર એન્જિન પાર્ટ્સ અને ફાઈટર જેટના પાર્ટ્સની સપ્લાય પૂરું પાડતું હતું. આ ઉપરાંત રશિયાની ટેન્કો દ્વારા ઉપયોગમાં લેવાતી ફાયર કંટ્રોલ સિસ્ટમનું નિર્માણ પણ યુક્રેનમાં થતું હતું. રશિયાના આક્રમણ બાદ આ તમામ સિસ્ટમ નિષ્ફળ થઈ ગઈ છે અને હવે તેને રિપ્લેસ કરી શકાતી નથી. આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધ લાગવાને કારણે રશિયાને આ પાર્ટ્સ કે તેના વૈકલ્પિક પાર્ટ્સની સપ્લાય અટકી ગઈ છે.
યુક્રેન દ્વારા આ મિલિટ્રી પાર્ટ્સનો સંગ્રહ કરી રાખ્યો છે
રશિયાના યુદ્ધના પ્રયાસોમાં ખુબ જ ગંભીર મુશ્કેલી ઉભી થઈ છે. રશિયાના વેપન સિસ્ટમના મોટા ભાગના પાર્ટ્સ યુક્રેનમાં બનતા હતા. રશિયા આ પાર્ટ્સને પોતે બનાવી શકતું નથી, કે પછી તેને ઈમ્પોર્ટ કરી શકતું નથી, અને જેને કારણે ટૂંક સમયમાં તેને આ હથિયારોના પાર્ટ્સ મળવાના ચાન્સ નહીવત છે. રશિયા અને યુક્રેન વચ્ચે જ્યારે સંબંધો સારા હતા ત્યારે યુક્રેન દ્વારા આ મિલિટ્રી પાર્ટ્સનો મોટી માત્રામાં સંગ્રહ કરાયો હતો અને હવે યુદ્ધને કારણે સંબંધો ખરાબ થઈ જતાં રશિયાને પાર્ટ્સ વગર તેનું મિલિટ્રી ઓપરેશન ચાલુ રાખવામાં તકલીફ પડી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).