Face Of Nation 02-04-2022 : દેશમાં કોરોનાના કેસ ઝડપથી ઘટી રહ્યા છે, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. WHO અનુસાર, ઓમિક્રોનનો એક નવો XE વેરિયન્ટ મળી આવ્યો છે, જે BA.2 કરતા 10 ગણો વધુ ખતરનાક છે. આનો અર્થ એ છે કે તે ઓમિક્રોનના મૂળ વેરિયન્ટ પર 43% વધુ ઝડપથી ફેલાઈ શકે છે. XE વેરિયન્ટ ઓમિક્રોનના બે સબ-વેરિયન્ટ BA.1 અને BA.2થી મળીને બનેલું છે. ઓમિક્રોનના XE વેરિયન્ટનો પહેલો કેસ 19 જાન્યુઆરીએ બ્રિટનમાં જોવા મળ્યો હતો. ત્યારથી આ વેરિયન્ટના 600 જેટલા કેસ મળી આવ્યા છે.
વધુ ખતરનાક અને ચેપી
વિશ્વના ઘણા દેશોમાં કોરોનાના ઓમિક્રોન સબ-વેરિયન્ટ BA.2 (સ્ટીલ્થ ઓમિક્રોન વેરિયન્ટ)ના કેસ ઝડપથી નોંધાઈ રહ્યા છે. એક અભ્યાસમાં તે જાણવા મળ્યું છે કે ઓમિક્રોનના મૂળ વેરિયન્ટ કરતાં આ સ્ટ્રેન વધુ ચેપી હોવાનું જણાવાયું છે. ચીન અને યુરોપના ઘણા ભાગોમાં આ વેરિયન્ટના વધતા જતા કેસોને કારણે ફરી એકવાર લોકડાઉન લાગુ કરવાની સ્થિતિ આવી ગઈ છે. આ દરમિયાન, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના હાલના અહેવાલે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. ડબ્લ્યુએચઓના વૈજ્ઞાનિકોએ એવું જણાવ્યું છે કે ઘણી જગ્યાએ ઓમિક્રોન વેરિયન્ટમાં મ્યુટેશન જોવા મળ્યું છે, જે તેને વધુ ખતરનાક અને ચેપી છે. તેને XE સ્ટ્રેન નામ આપવામાં આવ્યું છે.
બે ઓમિક્રોન સબ-વેરિયન્ટનું હાઇબ્રિડ વર્ઝન
ફ્રાન્સ, ડેનમાર્ક અને બેલ્જિયમમાં પણ આ વેરિયન્ટ જોવા મળ્યો છે. WHO વૈજ્ઞાનિકોનું કહેવું છે કે કોરોનાનો XE સ્ટ્રેન એ બે ઓમિક્રોન સબ-વેરિયન્ટનું હાઇબ્રિડ વર્ઝન છે. એટલે કે તે Omicron BA.1 અને Omicron BA.2નાં કોમ્બિનેશનમાંથી બનેલ છે.
યુકેમાં XE વેરિયન્ટના લગભગ 600 કેસ
WHO નિષ્ણાતોએ જણાવ્યું છે કે જ્યાં સુધી XE મ્યુટન્ટની પ્રકૃતિ, તેની ગંભીરતા અને ટ્રાન્સમિશન વિગતવાર જાણી શકાશે નહીં, ત્યાં સુધી તેને ઓમિક્રોન વેરિયન્ટના ભાગ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો છે. હાલના તબક્કે, તમામ દેશોએ ઓમિક્રોન અને તેના સબ-વેરિયન્ટ્સ અને મ્યુટન્ટ્સના વધતા જતા કેસો પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે. અત્યાર સુધીમાં, યુકેમાં XE વેરિયન્ટના લગભગ 600 કેસ નોંધાયા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Uncategorized ‘ખતરનાક-ચેપી વેરિયન્ટ’ મળી આવ્યો; ઓમિક્રોનનો એક નવો ‘XE વેરિયન્ટ’ મળ્યો; બ્રિટનમાં નોંધાયા...