Face Of Nation 03-04-2022 : ચાર એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો 43 ડિગ્રીને વટાવી જવાની શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે. હીટવેવની સૌથી વધુ અસર અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા તેમજ રાજકોટ, ગીર સોમનાથ, બોટાદ, સુરેન્દ્રનગર, અમરેલી અને કચ્છ જિલ્લામાં વર્તાય એવી શક્યતા છે. તો બીજીતરફ સ્કાયમેટ અનુસાર, ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ઓછી અસરને કારણે પવનની ગતિ ઘટી છે. તેથી તાપમાન વધે છે. આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર માર્ચના ત્રીજા સપ્તાહમાં ખતમ થઈ ગઈ છે. આ કારણે ઉત્તર અને મધ્ય ભારતમાં સમય પહેલા જ તીવ્ર ગરમીની અસર જોવા મળી હતી. આ કારણોસર, આ વર્ષે માર્ચમાં, સતત સૂકા અને ગરમ, પશ્ચિમી પવનો હતા.
9 રાજ્યોમાં એલર્ટ
આગામી થોડા દિવસોમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ યુપી, છત્તીસગઢ, હરિયાણા, દિલ્હી, ગુજરાત, ઝારખંડ અને વિદર્ભ પ્રદેશમાં હિટવેવ આવી શકે છે. વિભાગે લોકોને આ સમયગાળા દરમિયાન સાવચેતી રાખવા અપીલ કરી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં 4 થી 8 એપ્રિલની વચ્ચે તાપમાન 40 થી 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની સંભાવના છે.
5 વર્ષનું 40 ડિગ્રી તાપમાન
વર્ષ 2018માં 26 માર્ચે 41.5 ડીગ્રી , 2019માં 27 માર્ચે 40 ડીગ્રી , 2020માં 5 એપ્રિલે 40.6 ડીગ્રી અને 2021માં 27 માર્ચે 40.4 ડીગ્રી ગરમી પડી હતી. જ્યારે 2022માં 13 માર્ચે જ તાપમાનનો પારો 40.1 અને 14 માર્ચે 40 ડીગ્રી એ પહોંચી ગયો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home Gujarat રાજ્યમાં ‘હિટવેવ’ની આગાહી; અમદાવાદ, મહેસાણા, રાજકોટ સહિતના જિલ્લાઓમાં આવતીકાલથી ‘હિટવેવ’, ગરમીનો પારો...