Face Of Nation 03-04-2022 : ગુજરાતના સરકારી હોસ્પિટલના તબીબો આવતીકાલથી હડતાળ પર ઉતરશે. પડતર માગણીઓ સાથે સતત ત્રીજી વાર સરકારી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતરવાના છે. આવતીકાલે રાજ્યના 10 હજાર તબીબો હડતાળ પર જાય તેવી શકયતા છે. હડતાળને કારણે ઓપીડી અને ઈમરજન્સી સેવાઓ ખોરવાશે. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર ઉગામ્યુ છે.
તમામ પ્રકારની સર્જરીઓ પણ અટકશે
આવતીકાલે રાજ્યની સરકારી હોસ્પિટલ્સમાં ઓપીડી, ઈમરજન્સી સહિતની તમામ સેવાઓ ડોક્ટર્સની હડતાળના પગલે ખોરવાઈ જશે. અલગ-અલગ માગણીઓને લઈને આવતીકાલે તબીબો હડતાળ પર ઉતરવાના છે. ગુજરાત સરકાર ડૉકટર ફોરમ દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. લગભગ 10 હજાર જેટલા તબીબો આ હડતાળમાં જોડાવાના છે. જેના કારણે સરકારી હોસ્પિટલ્સમાં તમામ પ્રકારની સર્જરીઓ પણ અટકી જશે. ગરીબ-મધ્યમવર્ગના દર્દીઓ મુશ્કેલીમાં મુકાશે.
સરકારની તરફથી કોઈ નિવારણ નથી આવ્યું
હડતાળ મુદ્દે જીએમટીએના પ્રમુખ રજનીશ પટેલ તથા જીએમટીએના સેક્રેટરી જે.સી.મકવાણાએ જણાવ્યુ હતુ કે, પડતર માંગણીઓ મુદ્દે અમારી લડત 2012થી ચાલુ છે. 16 મે 2021ના રોજ NPA માટે ઠરાવ થયો હતો. જોકે સરકાર બદલાતાં અમારો મુદ્દો ભુલાયો છે. તેમણે જણાવ્યુ કે ત્રણ વાર હડતાળ મોકુફ રાખી અને એક વાર કેન્સલ કરી પણ હજુ કોઈ નિવારણ આવ્યુ નથી. 31 માર્ચ વિતી હોવા છતાં અમારી માગણીના ઠરાવ ન થતા હડતાળનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યુ, અમારી માગણીઓ વ્યાજબી હોવા છતાં તેનો ઉકેલ નથી લાવવામાં આવ્યો. અગાઉ પાડેલી હડતાળ બાદ ખાતરી અને આશ્વાસન આપવા છતાં માગ નહીં સંતોષતા ડૉકટર્સે ફરી હડતાળનું હથિયાર પસંદ કર્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).