Face Of Nation 04-04-2022 : રશિયા-યુક્રેનના યુદ્ધમાં હવે પુતિનની સેનાને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. નવા દાવા મુજબ, ખારકીવની નજીક તૈનાત રશિયાના સૈનિકોનું ઝેરી બ્રેડ ખાધા બાદ મોત થઈ ગયુ છે. સૈનિકોને આ બ્રેડ યુક્રેનના નાગરિકોએ આપ્યા હતા. એક યુક્રેનની ગુપ્તચર એજન્સીએ દાવો કર્યો છે કે, યુક્રેનના મુખ્ય ગુપ્તચક નિદેશાલયે શનિવારે એક ફેસબુક પોસ્ટમાં જણાવ્યું કે, ઈજિયમના નાગરિકો દ્વારા આપવામાં આવેલી બ્રેડ ખાધા બાદ બે સૈનિકોનું તરત મૃત્યુ થયા હતા. ઝેરી ખોરાક ખાધા બાદ રશિયાના 28 સૈનિકો આઈસીયુમાં દાખલ છે અને નાગરિકો દ્વારા આપવામાં આવેલા ઝેરી દારૂ પીધા બાદ 500 સૈનિકો ગંભીર રીતે બીમાર છે. પરિણામ રૂપે બે સૈનિકો તરત મરી ગયા હતા અને 28 સૈનિકોને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
યુક્રેને કીવને પોતાના કબજામાં લઈ લીધો છે
એજન્સીએ કહ્યું કે, લગભગ 500 સૈનિકો ઝેરી દારૂ પીધા બાદ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રશિયાના સૈનિકોને ઝેર આપવાના સમાચર એવા સમયે સામે આવ્યા છે કે જ્યારે રશિયાની સેના પીછે હટ કરવાનો દાવો કરી રહી છે. આ દાવા બાદ કીવની બહારના વિસ્તારમાં સામાન્ય નાગરિકોની સામૂહિક કબરો મળી આવી છે. યુક્રેનના ઉપ રક્ષા મંત્રીએ દાવો કર્યો છે કે, યુક્રેને આખા કીવ વિસ્તારને પોતાના કબજામાં લઈ લીધો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).
Home World યુક્રેનના નાગરિકોએ રશિયાના સૈનિકોને ખવડાવી ‘ઝેરી બ્રેડ અને પીવડાવ્યું ઝેરી દારૂ’; બેના...