Face Of Nation 04-04-2022 : આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક તેમજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના ગુજરાત પ્રવાસથી ‘આપ’ના નેતાઓ, પદાધિકારીઓ અને કાર્યકરોનો ખૂબ જોશ અને ઉત્સાહ વધ્યો છે તેમજ જે રીતે ગુજરાતની જનતાએ બન્ને દિવસના બન્ને નેતાના પ્રવાસના કાર્યક્રમો દરમિયાન પ્રેમ, આવકાર અને ઉત્સાહ દર્શાવ્યો છે. એના પરથી એક વાત સાબિત થાય છે કે ગુજરાતના લોકો બદલાવ ઇચ્છી રહ્યા છે તેમજ આમ આદમી પાર્ટીના કામની અને ઇમાનદારીની રાજનીતિથી પ્રભાવિત થઈ રહ્યા છે ને લોકોમાં તેમના તરફનો ભરોસો, અપેક્ષાઓ અને વિશ્વાસ ખૂબ વધ્યો છે.તો બીજીતરફ એક સર્વેના રિપોર્ટ મુજબ ગુજરાતમાં અત્યારે ચૂંટણી કરવામાં આવે તો આમ આદમી પાર્ટીને 55થી 60 બેઠક મળી શકે છે.
આમ આદમી પાર્ટીને 55થી 60 બેઠક મળી શકે
તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતની જનતા અને આપના કાર્યકર્તાઓ માટે ખુશી અને આનંદના સમાચાર એ છે કે, હાલ એક સર્વેના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં જો હાલમાં ચૂંટણી યોજાય તો એમાં આપને 55થી 60 બેઠક મળી શકે છે. આ રિપોર્ટથી ભાજપ ડરી ગઇ છે, એટલે જ આપને જુદી જુદી રીતે બદનામ કરાવાના તમામ કારસાઓ અને ષડંયત્રો રચી રહી છે, જેમ કે સોશિયલ મીડિયામાં ભાજપના આઇટી સેલ દ્વારા ફેક એડિટિંગ વીડિયો, ઓડિયો અને ફોટાઓ વાઇરલ કરવા, AAPના કાર્યક્રમોને પરમિશન આપવામાં અડચણો ઊભી કરવામાં આવી રહી છે.(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).