Face Of Nation 04-04-2022 : થલતેજમાં આવેલી ઉદગમ સ્કૂલ 2 શિફ્ટમાં ચાલી રહી છે જેમાં સ્કૂલના જ ટ્રાન્સપોર્ટેશનની અવ્યવસ્થાને કારણે 12 વાગે છૂટી ગયેલા બાળકો 2 વાગ્યા સુધી રઝડયા હતા. બાળકો સમયસર ઘરે ના પહોંચતા વાલીઓ પણ સ્કૂલે આવી પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.
ગરમીમાં બાળકો સ્કૂલ બસની રાહ જોઈ રહ્યા હતા
ઉદગમ સ્કૂલમાં સવારે 7થી 12 અને બપોરે 12:30થી 5:30 વાગ્યા સુધી બે શિફ્ટ ચાલી રહી છે. આજે બપોરે 12 વાગે બાળકો છૂટ્યા ત્યારે બસ ન હોવાથી બાળકો સ્કૂલ કેમ્પસમાં જ બસની રાહ જોઈ રહ્યા હતા. બપોરે 40 ડિગ્રી કરતા વધુ ગરમીમાં બાળકો સ્કૂલ બસની જ રાહ જોઈ રહ્યા હતા. 45 મિનિટ બાદ બસ આવી ત્યારે કેટલાક બાળકો મળ્યા ન હતા તો કેટલાક બાળકો રડવા લાગ્યાં જ્યારે કેટલાકને ઉલટી પણ થઈ હતી. આ તમામ અવ્યવસ્થાને કારણે બાળકોની બસ પણ સમયસર ઉપડી શકી ન હતી. વિદ્યાર્થીઓને 2 વાગ્યા સુધી તો બસમાં બેસાડવામાં અને બસને ઉપાડવામાં સમય થયો હતો. બાળકો સમયસર ઘરે ના પહોંચતા કેટલાક વાલીઓ ચિંતામાં સ્કૂલે આવી ગયા હતા અને બાળકોને ઘરે લઇ ગયા હતા.
ફી એડવાન્સમાં લેવાય છે પણ સુવિધા અપાતી નથી: વાલી મંડળ
આ અંગે સ્કૂલના વાલી મંડળના પ્રમુખ ભાવિન વ્યાસે જણાવ્યું હતું કે, સ્કૂલ બસ માટે અગાઉથી એક મહિના લેખે 1000થી 1500 એમ 4 મહિનાના પૈસા એડવાન્સ લઈ લેવામાં આવે છે છતાં કોઈ સુવિધા આપવામાં આવતી નથી. આજે ઘણા વાલીઓએ ચાલુ નોકરી ધંધાથી બાળકો માટે સ્કૂલે આવવું પડ્યું હતું. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).