Home Gujarat મુખ્યમંત્રી અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક; ઢોર નિયંત્રણ બિલ-ડૉક્ટર હડતાળ પર લેવાઈ શકે...

મુખ્યમંત્રી અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક; ઢોર નિયંત્રણ બિલ-ડૉક્ટર હડતાળ પર લેવાઈ શકે નિર્ણય?

Face Of Nation 05-04-2022 : રખડતા ઢોર નિયંત્રણ બિલનો વિરોધ, ડૉક્ટર હડતાળ, પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીની માંગણી, વિદ્યા સહાયક ઉમેદવારોના વિરોધના મુદ્દાઓ વચ્ચે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે.
કેબિનેટમાં બે ખાસ મુદ્દા પર થશે ચર્ચા
સવારે 10 કલાકે ગાંધીનગર ખાતે મળનારી આ બેઠક અતિ મહત્વની હશે કારણ કે ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા દરેક સમાજ દરેક વર્ગ પોતાની પડતર માંગણીઓને લઈ સરકાર સમક્ષ આવી રહ્યો છે. આજે કેબિનેટ બેઠકમાં મહત્વના 2 મુદ્દાઓ પર ખાસ ચર્ચા થશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. 1) સી આર પાટીલના નિવેદન બાદ ઢોર નિયંત્રણ બિલમાં ફેરવિચારણા 2) 10 હજાર ડોકટરોની હડતાળનો મુદ્દો. આ સિવાય પણ રાજ્યમાં પીવામાં પાણીની સ્થિતિ, પંચાયત હસ્તકના આરોગ્ય કર્મીની માંગણી વિદ્યા સહાયક ઉમેદવારોના વિરોધ બાબતે કેબિનેટમાં ચર્ચા થશે તેવી માહિતી મળી રહી છે.
ડૉક્ટર હડતાળનો આજે બીજો દિવસ
રાજ્યભરમાં સોમવારથી 10 હજાર કરતા વધુ ડૉક્ટર્સ પોતાની પડતર માંગોને લઈ હડતાળ પર ઉતર્યા છે. જેની અસર સરકારી હોસ્પિટલની તમામ સેવાઓ પર પણ પડી હતી. રાજ્યભરમાં OPD, ઇમરજન્સી સહિતની તમામ સેવાઓથી ડૉક્ટર્સ અળગા રહ્યા હતા. અમદાવાદ, વડોદરા, સુરત સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારામાં ડૉક્ટર્સની હડતાળથી ઈમરજન્સી સારવારને પણ અસર થઈ હતી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).