Face Of Nation 05-04-2022 : પેટ્રોલ અને ડીઝલમાં લિટર દીઠ અનુક્રમે 80 પૈસા અને 82 પૈસાનો વધારો જાહેર થયો છે. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારો સવારે છ વાગ્યાથી અમલી બનશે. આ સાથે પેટ્રોલ બાદ હવે ટૂંક સમયમાં ડીઝલના ભાવ પણ રૂપિયા 100ની સપાટીને કુદાવી દે તેવી પ્રબળ સંભાવના છે. પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે જેના પગલે પેટ્રોલના ભાવ ફરી રૂપિયા 105 પ્રતિ લિટરની સપાટી પાર કરી ગયા છે. ગુજરાતમાં પાંચ મહિના અને 23 દિવસ બાદ ફરી પેટ્રોલના કિંમતે સેન્ચુરી લેવલ ક્રોસ કર્યું છે. અગાઉ 7 ઓકટોબર 2021ના રોજ પેટ્રોલમાં રૂપિયા 100નો ભાવ થયો હતો. ગત દિવાળીએ કેન્દ્ર અને રાજ્ય સરકારે ટેક્સમાં ઘટાડો કરતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થયો હતો પરંતુ હાલમાં થયેલા ભાવ વધારાના કારણે સરકારે જે રાહત આપી હતી તે અત્યારની સ્થિતિએ અડધી થઈ ગઈ છે.
ગુજરાતમાં દૈનિક અઢી કરોડ લિટરનું વેચાણ
વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધારા પાછળ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. ગુજરાતના પેટ્રોલ પંપ રોજનું 2.66 કરોડ લિટર પેટ્રોલ અને ડીઝલ ખરીદે છે. ભાવ વધવા છતાં ઈંધણના વેચાણમાં કોઈ અસર હજુ સુધી આવી નથી. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).