Home Gujarat ઝડપી નિર્ણય; ભ્રષ્ટાચાર-ગેરવર્તણૂકની ફરિયાદો વધતાં 2 મહિનામાં 734 TRB જવાનોને છૂટા કર્યાં!

ઝડપી નિર્ણય; ભ્રષ્ટાચાર-ગેરવર્તણૂકની ફરિયાદો વધતાં 2 મહિનામાં 734 TRB જવાનોને છૂટા કર્યાં!

Face Of Nation 06-04-2022 : અમદાવાદ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા 734 જેટલા TRB જવાનો પર ભ્રષ્ટાચાર આરોપસર સસ્પેન્ડ કરાયાં છે.ટ્રાફિક વિભાગમાં પહેલી વખત બે મહિનામાં 734 TRB જવાનો છુટા કરી દેવાયા છે. જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં મળેલી ફરિયાદ આધારે ટ્રાફિક વિભાગ દ્વારા પગલાં લેવામાં આવ્યા છે,જો કે સસ્પેન્ડ કર્યા હોવાથી 700 જેટલા નવા TRB જવાનો ભરતી કરાશે. જેમાં શહેરના એસ.પી.રિંગરોડ પર ભારે વાહન ચાલકો પાસે ટ્રાફિક પોલીસના TRB જવાન પૈસા ઉઘરાવતા હોવાની ફરિયાદ મળતા જ એસપી રિંગરોડ પરથી TRB જવાનો હટાવી દેવામાં આવ્યા હતા. તેવી જ રીતે પુર્વ વિસ્તારમાં ટ્રાફિક પોલીસકર્મીઓ લાંચ લેવા અને ગેરહાજરી હોવાની ફરિયાદો મળી હતી. જેથી ટ્રાફિક વિભાગના જેસીપી મયંકસિંહ ચાવડા દ્વારા તપાસ કરીને બે મહિનામાં 734 TRB જવાનો સસ્પેન્ડ કરી દીધા છે.
રાત્રી સમયે એરપોર્ટથી આવતા મુસાફરો હેરાન કરાતા હોવાની ફરિયાદ
ટ્રાફિક વિભાગ જેસીપી મયંકસિંહ ચાવડા કહેવું છે કે ડ્યુટી પર ગેરરીતિ સહન કરવામાં આવશે નહિ. જેથી જ પહેલી વખત 734 TRB જવાનો સસ્પેન્ડ કર્યા છે, જો કે સૌથી વધુ ફરિયાદો એસ.પી રીંગ રોડ અને પૂર્વ વિસ્તારના નિકોલ, નરોડા,નવા નરોડા સહિતના અલગ-અલગ વિસ્તારમાં ટીઆરબી જવાનો દ્વારા પૈસા ઉઘરાવવામાં આવતી હોવાની ફરિયાદ મળી હતી.ત્યારે રાત્રી સમયે એરપોર્ટ થી આવતા મુસાફરો હેરાન કરવામાં આવતા હોવાની ફરિયાદ મળી હતી.ટ્રાફિક વિભાગના મુખ્યાલયમાંથી મળેલી ફરિયાદ આધારે જવાનો સસ્પેન્ડ કરાયા છે જેના બદલે નવા 700 TRB જવાનો ભરતી કરાશે. જે થોડા દિવસમાં ભરતી માટેના ફોર્મ બહાર પાડવામાં આવશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).