Home Gujarat સત્તાની ગરમી; કુંવરજી બાવળીયાનો ઓડિયો વાયરલ; તાલુકા પંચાયત સદસ્યના પતિને કહ્યું-“પૈસા માગી...

સત્તાની ગરમી; કુંવરજી બાવળીયાનો ઓડિયો વાયરલ; તાલુકા પંચાયત સદસ્યના પતિને કહ્યું-“પૈસા માગી અને RTI કરશો તો ખાવાનો વારો આવશે”

Face Of Nation 07-04-2022 : ગુજરાતના શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ રાજકોટમાં ભાન ભૂલ્યા હોય તેમ નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, જેને ગુજરાતમાં શિક્ષણ સારું ન લાગતું હોય તે જે રાજ્ય કે દેશમાં જતા રહો. વાઘાણી બાદ હવે કુંવરજી બાવળિયા ભાન ભૂલ્યા હોય તેમ એની એક ઓડિયો ક્લિપ વાઇરલ થઇ છે. જેમાં તાલુકા પંચાયતના સદસ્યના પતિને ધમકી આપતા હોય તે રીતે વાત કરી રહ્યા છે. તાલુકા પંચાયતના સદસ્યના પતિને કહે છે કે, પૈસા માગી અને RTI કરશો તો ખાવાનો વારો આવશે. જોકે આ અંગે દિવ્ય ભાસ્કરે કુંવરજી બાવળિયાનો સંપર્ક કરતા તેનો સંપર્ક થઈ શક્યો નહોતો.
તાલુકા પંચાયતના સદસ્યના પતિ ભવાન સરવૈયાને ધમકી આપી
વીંછિયાના ઓરી તાલુકા પંચાયતના સદસ્યના પતિ ભવાન સરવૈયાને ગામની અંદર ચાલતા પાણી અને ગટરલાઈનમાં નબળુ કામ થયું હોઇ એ અંગે RTIની માહિતી માગતા હતા. પરંતુ જસદણ-વીંછિયા તાલુકાના ધારાસભ્ય કુંવરજી બાવળીયા ફોનમાં ખુલ્લી ધમકી આપતા હોવાની ઓડિયો ક્લીપ વાઇરલ થઈ છે. જેમાં કુંવરજી બાવળિયા ભવાનને ફોનમાં કહે છે કે, RTI કરીશ તો માર ખાવાનો વારો આવશે.
બાવળિયાઃ એ દરબાર કોણ છે, એને કહેજો કે આ વિસ્તારની અંદર ખેલ નાખવાનું બંધ કરે, અહીં ધારાસભ્ય કુંવરજીભાઈ છે, ભવાન-બવાન તમે ત્યાં ખોટી વાતો કરો, આ પાઇપલાઇન નથી નાખી અને પેલી નથી નાખી, તમારા લોકોએ જ કરી છે.
બાવળિયા-સરવૈયા વચ્ચે થયેલી વાતચીત
સરવૈયાઃ સાહેબ દરબારોએ કંઇ કહ્યું નથી.
બાવળિયાઃ જી
સરવૈયાઃ મેં જ રિક્વેસ્ટ કરેલી છે.
બાવળિયાઃ સાંભળો…ભવાનભાઈ ચંદ્રસિંહરાજ, ઉકાભાઈ, કુંડીવાળુ કરી ગયો એ ભાઈ આ બધાને બોલાવોને હું આવું, ગામ વચ્ચે ચોકમાં આપણે મિટિંગ રાખીએ.
સરવૈયાઃ હું સાહેબ નહીં આવી શકું.
બાવળિયાઃ કેમ શું કામ ન આવી શકો?
સરવૈયાઃ હું નહીં આવી શકું.
બાવળિયાઃ મિટિંગ હું રાખવાનો છું, સાંભળો તમે આવો ત્યાં હુ ખુલ્લા પાડી દેવાનો છું કે આ પાઇપલાઇન નથી નાખી એવી વાતો કરો છો પાછા.
સરવૈયાઃ હું વાતો નથી કરતો
બાવળિયાઃ બજાર વચ્ચે ભવાન હોય, ચંદ્રરાજસિંહ હોય, વસ્તાભાઈ હોય એકેયમાં આપણે શરમ નથી રાખવી હાલો.
સરવૈયાઃ હા તો વાંધો નહીં, શરમ ન રાખવી હોય તો હું આવીશ.
બાવળિયાઃ ના ના ચોકમાં જ મિટિંગ રાખવી છે, 43 લાખ રૂપિયાનું કામ મંજૂર કરાવ્યું હોય અને તમે બધા ભાગબટાઈની વાતો કરો છો. ફરિયાદ કરો કેમ કામ થાય છે. હું આ મિટિંગ ચોકમાં જ રાખવાનો છું.
સરવૈયાઃ અઢી ફૂટની આપણે ગટગ કરવાની હતી, RTI કરવાનો છું.
બાવળિયાઃ સાંભળો, બધાની વચ્ચે આપણે બધી વાત કરી લઇશું.
સરવૈયાઃ બોલાવજો પછી પણ પહેલા હું RTI કરી નાખું.
બાવળિયાઃના ના હવે કંઇ કરવું નથી.
સરવૈયાઃ એ કુંવરજી કાકા, એવું નથી પોસાય તેવું.
બાવળિયાઃ હું તારો કાકો નથી થાતો
સરવૈયાઃ તો દાદા
બાવળિયાઃ હા, બરાબર
સરવૈયાઃ દાદા કાલે મારે એવું નથી થાય તેમ
બાવળિયાઃ કાલે નહીં પરમદિવસે, હું બે-ત્રણ દિવસમાં જ આવવાનો છું.
સરવૈયાઃ કાલે હું RTI કરવાનો છું
બાવળિયાઃ તો ખાવાનો વારો આવે, પૈસા તમે માગો અને RTI કરો તો ખાવાનો વારો આવે, RTI કરો તોય કંઇ ન થઇ જાય. બંને વચ્ચે વાતચીતમાં આ રીતને ઓડિયો ક્લિપ વાઈરલ થઈ. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).