Face Of Nation:અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન પર આજે સવારે રેલવે પોલીસના જવાન પર લૂંટારુએ તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. લૂંટારું રેલવે સ્ટેશન પર મહિલાનું પર્સ ખેંચી ભાગ્યો હતો. આ દરમિયાન પ્લેટફોર્મ પર હાજર પોલીસ જવાને લૂંટારુને પકડવા તેનો પીછો કર્યો અને તેને પકડી લીધો હતો. ત્યાર બાદ લૂંટારુએ તિક્ષ્ણ હથિયાર દ્વારા જવાન પર હુમલો કરી ત્રણ ઘા માર્યા હતા. જેમાં પોલીસ જવાનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે રેલવે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. હાલ રેલવે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. હુમલો કરનાર આરોપી નડિયાદનો હોવાનું જાણવા મળ્યું છે.