Home Religion અંબાજીમાં 3 દિવસ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ; 13 કરોડના ખર્ચે આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે સૌથી...

અંબાજીમાં 3 દિવસ ભવ્યાતિભવ્ય કાર્યક્રમ; 13 કરોડના ખર્ચે આવતીકાલે મુખ્યમંત્રીના હસ્તે સૌથી મોટો “લાઇટ એન્ડ સાઉન્ડ શો” શરૂ કરાવશે!

Face Of Nation 07-04-2022 : મા અંબાના ધામ અંબાજીમાં આવતા માઈભક્તોએ રાત્રી રોકાણ કરવા આર્કષવા ગબ્બર પર્વત પર 13 કરોડના ખર્ચે ભારતના સૌથી મોટા લાઈટ અને સાઉન્ડ શોના આયોજન કરાઈ રહ્યું છે. સોમનાથની જેમ ગબ્બર ઉપર નિ:શુલ્ક લાઈટ શો જોઈ શકાશે. જૂનાગઢની લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે પણ પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવનાર છે. ત્રણ દિવસ કાર્યક્રમમાં અંબાજીમાં યજ્ઞ હોમ હવન અને ભજનથી ભક્તિમય માહોલ રહેશે. 8થી 10 એપ્રિલના 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન કરાયું છે. શક્તિપીઠ અંબાજી ગબ્બર પર પરિક્રમાને લઇને જોરશોરથી તૈયારી કરવામાં આવી રહી છે.
આવતીકાલે મુખ્યમંત્રી લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરશે
કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેક્ટરે જણાવ્યું હતું કે, આઠમી એપ્રિલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મા અંબા ચરણોમાં શીશ ઝુકાવી ગબ્બર ખાતે સાંસ્કૃતિક વિલેજ અને ભારતના સૌથી મોટા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ઉદ્ઘાટન કરશે. કલેક્ટરે વધુમાં જણાવ્યું કે, જૂનાગઢ ગિરનાર લીલી પરિક્રમાની જેમ અંબાજી ગબ્બર ખાતે આવેલ 51 શક્તિપીઠ પરિક્રમાનું ભવ્ય આયોજન રાજ્ય સરકારના માર્ગદર્શનથી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનાથી અંબાજી દર્શને આવતા લાખો માઈભક્તોને એક જ જન્મમાં 51 શક્તિપીઠના દર્શનનો લ્હાવો મળશે. તેમણે કહ્યું કે, આ પરિક્રમાની વ્યવસ્થા સારી રીતે જાળવવા માટે 14 જેટલી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી છે અને અધિકારીઓને તે પ્રમાણે કામગીરી ફાળવાઇ છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).