Face Of Nation 07-04-2022 : ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શિક્ષણ મુદ્દે આપેલા નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સતત જીતુ વાઘાણી અને ભાજપ સરકાર પર સતત પ્રહાર કરી રહી છે. આ વચ્ચે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ પોતાના નિવેદન મામલે ખુલાસો કર્યો છે. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું કે, મારી વાતને ટૂંકડે ટુકડે રજૂ કરવામાં આવી છે. આ ગુજરાતને બદનામ કરવાનું કાવતરું છે. ગુજરાતના ગૌરવ માટે મારે કોઇના સર્ટિફિકેટની જરૂર નથી. ગુજરાત અને દેશમાં રહીને દેશ વિરોધી વાતો કરે છે. જોકે શિક્ષણ મંત્રીએ પોતાના શિક્ષણ અંગેના વિવાદિત નિવેદન મામલે સ્પષ્ટતા કર્યા બાદ પણ વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ અને આપ બન્ને પક્ષો દ્વારા સરકાર પર પ્રહાર કરાઇ રહ્યા છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કાર્યક્રમો ટાળ્યા
શિક્ષણ અંગેના વિવાદિત નિવેદનને લઇને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ જાહેરમાં આવવાનું ટાળ્યું છે. અમદાવાદમાં યોજાયેલ 2 જાહેર કાર્યક્રમમાં જીતુ વાઘાણી ગેરહાજર જોવા મળ્યા. સવારે સાયન્સ સિટીના કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. ગગનયાન કાર્યક્રમમાં ફિઝિકલના બદલે વર્ચ્યુઅલી જોડાયા હતા. સાંજે કેસીજીના કાર્યક્રમમા જીતુ વાઘાણી ગેરહાજર રહ્યા હતા. તો પ્રોટોકોલ મુજબ માહિતી ખાતું અને લાઇઝનીંગ ઓફિસર પહોંચ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).