Face Of Nation 07-04-2022 : રશિયા-યુક્રેન યુદ્ધનો 43મો દિવસ છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ગુરુવારે થયેલા વોટિંગમાં રશિયાને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માંથી બહાર કરી દેવાયું છે. વોટિંગ દરમિયાન રશિયા વિરૂદ્ધ 93 અને પક્ષમાં 24 મત પડ્યા. ભારત સહિત 58 દેશોએ વોટિંગ કર્યું ન હતું. બૂચા એટેક પછી આજે UN જનરલ એસેમ્બલીની બેઠક મળી હતી. આ બેઠકમાં રશિયાને UNHRCથી બહાર કરવા માટે વોટિંગ કરાવવામાં આવ્યું હતું. UNHRCમાં કુલ 47 દેશ સામેલ છે.
રશિયન સેનાએ હવે પૂર્વ વિસ્તારમાં હુમલો કર્યો છે
ભારત, યુક્રેનમાં રશિયાના હુમલાની નિંદા કરવાના તમામ પ્રસ્તાવ અંગે UNSCમાં થયેલા વોટિંગ દરમિયાન ગેરહાજર રહ્યું. ગત મહિને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું હતું- અમે સંયુક્ત રાષ્ટ્રમાં સાવધાનીપૂર્વક એવું વલણ અપનાવીએ છીએ જે વિચારો પર આધારિત હોય છે. અમે નિંદા પ્રસ્તાવ પર વિચાર જરૂરથી કરીશું પરંતુ અમારા હિતને ધ્યાનમાં રાખીને કોઈ પણ નિર્ણય લઈશું. રશિયન સેનાએ હવે યુક્રેનના પૂર્વ વિસ્તારમાં હુમલો કર્યો છે. બુધવારે, રશિયન સેનાએ ખાર્કિવમાં ઓઇલના ડેપો પર હુમલો કરતાં એ નષ્ટ થઈ ગયો હતો. યુક્રેનના ડેપ્યુટી PMએ કહ્યું હતું કે હાલમાં નુકસાનનો અંદાજો કાઢવામાં આવી રહ્યો છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).