Home Gujarat અમૂલે 2 વર્ષમાં 8 ટકાનો વધારો કર્યો: “ભાવમાં કેટલો વધારો થશે એ...

અમૂલે 2 વર્ષમાં 8 ટકાનો વધારો કર્યો: “ભાવમાં કેટલો વધારો થશે એ હું કહી નહીં શકું પણ ભાવ ઘટશે નહીં, એમાં વધારો થતો રહેશે: અમૂલ MD

Face Of Nation 08-04-2022 : પેકેજિંગ, લોજિસ્ટિક તથા ઇંધણના ભાવમાં સતત થઈ રહેલા વધારાને કારણે દૂધના ભાવ આગામી દિવસોમાં પણ વધતા રહેશે એવું અમૂલના એમડી આરએસ સોઢીએ જણાવ્યું હતું. દૂધના ભાવો વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે ભાવમાં કેટલો વધારો થશે એ હું કહી નહીં શકું પણ ભાવ ઘટશે નહીં, એમાં વધારો થતો રહેશે. છેલ્લાં બે વર્ષમાં અમૂલે દૂધના ભાવમાં 8 ટકાનો વધારો કર્યો છે.
ભાવવધારાની તુલનામાં અમૂલે ઓછા ભાવ વધાર્યા
છેલ્લે ગત મહિને દૂધના ભાવમાં લિટરે 2 રૂપિયાનો વધારો કરાયો હતો. દૂધ ઉત્પાદનના ક્ષેત્રમાં ફૂગાવો મોટી સમસ્યા નહીં હોવાનું જણાવતા સોઢીએ કહ્યું હતું કે ઊંચા ભાવનો ફાયદો ખેડૂતોને મળે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, અન્યો દ્વારા કરાયેલા ભાવવધારાની તુલનામાં અમૂલે ઓછા ભાવ વધાર્યા છે. એટલું જ નહીં, ઇન્પુટ કૉસ્ટની તુલનામાં પણ ભાવ વધારો ઓછો છે. નફો કરવો અમૂલનો મુખ્ય આશય નહીં હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે પ્રતિ 1 રૂપિયાની આવકમાંથી 85 પૈસા ખેડૂતોના ફાળે જાય છે.
દર 1 રૂ.ની આવકમાંથી 85 પૈસા ખેડૂતોને ચૂકવાય છે?
યુક્રેન યુદ્ધ જેવા વૈશ્વિક પરિબળો ભારતના ડેરી સેક્ટર માટે સાનુકૂળ હોવાનું જણાવતા સોઢીએ કહ્યું હતું કે ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઈ જતા ભારતીય નિકાસકારોને મદદ મળી છે. તેમણે કહ્યું હતું કે યુક્રેન યુદ્ધ ન હતું. ત્યારે પણ મહામારીને કારણે ગ્લોબલ સપ્લાય ચેઇન ખોરવાઈ જતા માત્ર 1 વર્ષમાં અમૂલની નિકાસો ત્રણ ગણી વધીને 1,400 કરોડ રૂપિયા થઈ હતી. સહકારી ક્ષેત્ર 18 ટકાના દરે વિકસીને 61 હજાર કરોડ રૂપિયાનું થયું હોવાનું જણાવતા સોઢીએ કહ્યું હતું કે 2022-23ના નાણા વર્ષમાં અમૂલ 800થી 1 હજાર કરોડનું રોકાણ કરશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).