Face Of Nation 08-04-2022 : આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ત્રણ દિવસની બેઠક બાદ મોનિટરી પૉલિસી બેઠકનું પરિણામ જાહેર કર્યું હતું. આરબીઆઈ તરફથી રેપો રેટમાં કોઈ જ ફેરફાર કરાયો નથી. એટલે કે રેપો રેટ 4% યથાવત રહ્યો છે. સાથે જ રિવર્સ રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ વધીને 3.75 ટકા કરવામાં આવ્યો છે. આ સાથે જ આરબીઆઈએ નાણાકીય વર્ષ 23 માટે જીડીપી અનુમાન 7.8 ટકાથી ઘટાડીને 7.2 ટકા કર્યું છે. આ 11મી મોનિટરી પૉલિસી બેઠક છે જેમાં પૉલિસી રેટમાં કોઈ ફેરફાર કરાયો નથી. છેલ્લે 22 મે 2020ના રોજ રેપો રેટમાં ફેરફાર કરાયો હતો. ત્યારથી રેપો રેટ ઐતિહાસિક ચાર ટકા પર સ્થિર છે. રિઝર્વ બેંકની મોનિટરી પૉલિસી કમિટીની બેઠક દર બે મહિને મળે છે. નાણાકીય વર્ષની આ પ્રથમ બેઠક છે, જે છઠ્ઠી એપ્રિલથી શરૂ થઈ છે.
રિવર્સ રેપો રેટ 2020થી 3.35 ટકા પર સ્થિર
ગત 10મી ફેબ્રુઆરી, 2022ના રોજ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે ત્રણ દિવસની બેઠકના પરિણામ જાહેર કર્યા હતા. શક્તિકાંત દાસે પૉલિસી રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાની જાહેરાત કરી હતી. શક્તિકાંત દાસે મોંઘવારીને કાબૂમાં રાખવાને પ્રાથમિકતા આપતા રેપો રેટમાં કોઈ જ ફેરફાર ન કરવાનો નિર્ણય કર્યો હતો. મોનિટરી કમિટીના તમામ સભ્યોએ એકમત સાથે રેપો રેટ 4% યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આ સાથે રિવર્સ રેપો રેટમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. રિવર્સ રેપો રેટ 2020થી 3.35 ટકા પર સ્થિર છે. 2020 પહેલા એક વર્ષમાં RBI મોનિટરી પૉલિસી કમિટીએ તેમાં 155 બેસિસ પોઈન્ટ એટલે કે 1.55 ટકાનો ઘટાડો કર્યો હતો. MSF રેટ અને બેંક રેટ પહેલાની જેમ 4.25 ટકા થયાવત રાખવામાં આવ્યા હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).