Home News મધ્યપ્રદેશની ઘટના; મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતા 8 વર્ષના બાળકને હાથ-પગ અને આંખમાં...

મધ્યપ્રદેશની ઘટના; મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતા 8 વર્ષના બાળકને હાથ-પગ અને આંખમાં ગંભીર ઈજા; ચાર્જરની જગ્યાએ ઈલેક્ટ્રિક વાયર લગાવી દીધો!

Face Of Nation 08-04-2022 : મધ્યપ્રદેશમાં મોબાઈલની બેટરીમાં બ્લાસ્ટ થતા બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે. મધ્યપ્રદેશના છતરપુરમાં મોબાઈલ સાથે રમતા-રમતા 8 વર્ષના બાળકનો જીવ જોખમમાં મુકાઈ ગયો હતો. મોબાઈલની બેટરી ફાટવાથી બાળકની આંખમાં ગંભીર ઈજા થઈ હતી. આ બ્લાસ્ટ દરમિયાન તેના હાથ પર પણ ઈજા થઈ હતી. આ ઘટના મધ્યપ્રદેશના છતરપુરમાં નજરબાગની છે. નાના બાળકોનું મોબાઈલ ફોન સાથે રમત રમવી તે ઘણી વખત બાળકનો જીવ જોખમમાં મુકી દે છે.
ડાયરેક્ટ પાવર સપ્લાયને કારણે બેટરીમાં બ્લાસ્ટ થયો
છતરપુરમાં રહેતા ઈસ્તખાર ખાનનો 8 વર્ષનો પુત્ર ચિન્ટુ ખાન ઘરમાં પડેલી મોબાઈલ સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન મોબાઈલની બેટરી ચાર્જ કરવા માટે તેણે ચાર્જર લગાવ્યું નહીં અને સીધો ઈલેક્ટ્રીક વાયર લગાવી દીધો હતો. ડાયરેક્ટ પાવર સપ્લાયને કારણે બેટરીમાં બ્લાસ્ટ થયો હતો. જેના કારણે તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
બાળકને ગ્વાલિયર રીફર કરવામાં આવ્યો
દુર્ઘટના બાદ બાળકને છતરપુર જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેને ગ્વાલિયર રિફર કરવામાં આવ્યો હતો. આ અંગે ચાઈલ્ડ સ્પેશિયાલિસ્ટ ડો.જી.એલ.અહિરવારે જણાવ્યું કે બાળકને જમણી આંખમાં ઈજા થઈ છે. જેની સારવાર અહીં શક્ય ન હતી. પ્રાથમિક સારવાર બાદ તેને વધુ સારી સારવાર માટે ગ્વાલિયર મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યો હતો (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).