Home News આરોગ્ય મંત્રાલયની જાહેરાત; 10મી એપ્રિલથી 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ પ્રાઈવેટ સેન્ટર્સ...

આરોગ્ય મંત્રાલયની જાહેરાત; 10મી એપ્રિલથી 18 વર્ષથી ઉપરના દરેક વ્યક્તિ પ્રાઈવેટ સેન્ટર્સ પરથી લઈ શકશે ‘બુસ્ટર ડોઝ’!

Face Of Nation 08-04-2022 :  10 એપ્રિલથી એટલે કે રવિવારથી 18થી વધુ ઉંમરના લોકો કોરોના વેક્સિનનો બુસ્ટર ડોઝ લઈ શકશે. બુસ્ટર ડોઝ દરેક પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પરથી બુસ્ટર ડોઝ લઈ શકશે. આ સિવાય સરકારી હેલ્થ સેન્ટર પર ફ્રીમાં પહેલો અને બીજો ડોઝ આપવાની સુવિધા ચાલુ જ રાખવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે 18+ એજ ગ્રુપ પ્રાઈવેટ વેક્સિનેશન સેન્ટર પર જઈને બુસ્ટર ડોઝ લઈ શકશે. 18થી વધુ ઉમરના લોકો જેમણે બીજો ડોઝ લીધે 9 મહિના થઈ ગયા છે તેઓ બુસ્ટર ડોઝ લઈ શકશે. અત્યાર સુધી દેશમાં 15+ ઉંમરના લગભગ 96% લોકોએ ઓછામાં ઓછો એક વેક્સિનનો ડોઝ લઈ લીધો છે. જ્યારે 15+ એજ ગ્રુપમાથી 83 ટકા લોકોએ વેક્સિનના બંને ડોઝ લઈ લીધા છે. હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઈન વર્કર્સ અને 60+ એજ ગ્રુપને 2.4 કરોડથી વધુ લોકોએ બુસ્ટર ડોઝ લઈ લીધો છે. 12થી 14 વર્ષની ઉંમરના 45% લોકોએ પણ પહેલો ડોઝ લઈ લીધો છે. નોંધનીય છે કે, દેશમાં 6 માર્ચથી 12-14 વર્ષના બાળકોનું વેક્સિનેશન ચાલી રહ્યું છે. 12-14 વર્ષના બાળકોને corbevax વેક્સિન આપવામાં આવી રહી છે. આ વેક્સિન બાયોલોજિકલ ઈ લિમિટેડ કંપની બનાવે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).