Face Of Nation 08-04-2022 : સુપ્રીમ કોર્ટના અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરાવવાના નિર્ણય પછી શુક્રવારે પહેલી વખત ઈમરાન ખાને દેશને સંબોધન કર્યું. ઈમોશ્નલ સ્પીચમાં ખાને 3 વખત ભારતનો ઉલ્લેખ કર્યો. બે વખત તેને ખુદ્દાર દેશ ગણાવ્યો. એક વખત EVMની પ્રશંસા કરી. અમેરિકાને ફરી આડેહાથ લીધું અને તેમને પાકિસ્તાન વિરૂદ્ધ ષડયંત્ર કરનારો દેશ ગણાવ્યો.તો બીજીતરફ ઈરામન ખાને ભારતની ફરી પ્રશંસા કરી. કહ્યું- ભારત આપણી સાથે જ આઝાદ થયો. તેને હું ઘણી સારી રીતે જાણું છું. મારા ત્યાં અનેક મિત્રો છે. તે એક ખુદ્દાર દેશ છે. કોઈ સુપરપાવરની હિંમત નથી કે તેઓ ભારતને ચલાવી શકે. તેઓ રશિયા પાસેથી ઓઈલ ખરીદે છે જ્યારે કે તેના પર પ્રતિબંધ છે. હું પાકિસ્તાન માટે પણ આવું જ ઈચ્છું છું.
ઈમરાન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ
સુપ્રીમ કોર્ટના અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરાવવાના નિર્ણય બાદ ઈમરાન ફરી એકવખત દેશને સંબોધિત કરશે. PTIના સાંસદ ફૈસલ જાવેદે ટ્વીટ કરી દાવો કર્યો કે આ દરમિયાન તેઓ મોટી જાહેરાત કરી શકે છે. તો ઈમરાનના મંત્રી શિરીન મઝારીએ ટ્વીટ કરી કહ્યું- SCએ આ નિર્ણય કાયદાની આડમાં સત્તાપલટો કર્યો છે. આ બધું જ અમેરિકાના ષડયંત્રનો જ એક ભાગ છે. બીજી તરફ સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી શનિવાર ઈમરાન સરકાર વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થશે. નેશનલ એસેમ્બલીના 6 સૂત્રી એજન્ડામાં પ્રસ્તાવને ચોથા નંબર પર રાખવામાં આવ્યો છે. સંસદની કાર્યવાહી શનિવારે સવારે 11 વાગ્યે શરૂ થશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).