Face Of Nation 09-04-2022 : ચીનનું શાંઘાઈ શહેર કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત છે. ઘણા દિવસોથી ચાલી રહેલા લોકડાઉનને કારણે શાંઘાઈમાં મેડિકલ સુવિધાઓ અને ખાદ્ય ચીજોની અછત સર્જાઈ છે. શાંઘાઈમાં ગયા મહિનાથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લગભગ 2.5 કરોડ લોકો તેમના ઘરોમાં કેદ છે. ચીનના સૌથી વધુ વસ્તીવાળા શહેરોમાંથી એક શાંઘાઈમાં કોરોનાને કારણે સ્થિતિ બેકાબૂ બની રહી છે. વહીવટીતંત્રે કોરોના લોકડાઉન જાહેર કર્યું છે. ચીનની સરકારે તમામ સુપરમાર્કેટને તાળાબંધી કરી દીધી છે. લોકોને બહાર જવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. શાંઘાઈમાં 20,000 કેસ નોંધાયા હતા.
માંસ અને ચોખા જેવી ખાદ્ય ચીજોના અભાવ
‘ઝીરો-કોવિડ પોલિસી’ હેઠળ લાદવામાં આવેલા કડક લોકડાઉનને કારણે લોકો માંસ અને ચોખા જેવી ખાદ્ય ચીજોના અભાવ સાથે સંઘર્ષ કરી રહ્યા છે. શાંઘાઈ શહેરમાં સુપરમાર્કેટ બંધ થવાને કારણે લોકો ખાવા-પીવાની વસ્તુઓ માટે તરસી રહ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર, બુધવારે ચીનના શાંઘાઈના લોકો ખાવા-પીવાની વસ્તુઓ માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.તંત્રનું કહેવું છે કે, જ્યાં સુધી શહેરના તમામ લોકોના સેમ્પલ લેવામાં નહીં આવે અને તેમના ટેસ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી આવા પ્રતિબંધ રહેશે. જો કે, સરકારના આ પગલાની ટીકા થઈ રહી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).