Face Of Nation 09-04-2022 : કોરોના વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિન બનાવનારી કંપનીઓએ શનિવારે તેના ભાવ ઘટાડવાની જાહેરાત કરી છે. હવે ખાનગી હોસ્પિટલમાં આ બંને વેક્સિનનો એક ડોઝ 225 રૂપિયામાં મળશે. આ પહેલા ખાનગી હોસ્પિટલમાં કોવિશિલ્ડના એક ડોઝની કિંમત 600 રૂપિયા અને કોવેક્સિનના એક ડોઝની કિંમત 1200 રૂપિયા હતી. વેક્સિનના ભાવમાં ઘટાડો તમામ વ્યસ્ક નાગરિકોને પ્રિકૉશન ડોઝ લગાડવામાં આવશે તેવી જાહેરાત બાદ કરાયો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે 10 એપ્રિલ એટલે કે રવિવારથી 18+ ઉંમરવાળા તમામ નાગરિકોને ખાનગી હોસ્પિટલમાં કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ લગાડવામાં આવશે.
એક ડોઝ માટે 600ની જગ્યાએ 225 રૂપિયા લેશે
કેન્દ્ર સરકારની જાહેરાત બાદ શુક્રવારે કોવિશિલ્ડ બનાવનારી કંપની સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અદાર પૂનાવાલાએ સરકારના આ પગલાંની પ્રશંસા કરી અને અન્ય એક ટ્વીટમાં વેક્સિનની કિંમત ઘટાડવાની જાહેરાત કરી. પૂનાવાલાએ કહ્યું કે, તેમની કંપની ખાનગી હોસ્પિટલમાં એક ડોઝ માટે 600 રૂપિયાની જગ્યાએ 225 રૂપિયા લેશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).