https://youtu.be/c3lUFPldGSQ
Face Of Nation 10-04-2022 : રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની તંગ સ્થિતિ યથાવત રહી છે. યુ-ટ્યુબે રશિયન સંસદીય ચેનલનું અકાઉન્ટ બ્લોક કરી દીધુ છે. મોસ્કોમાંથી મળેલી માહિતી પ્રમાણે ડ્યુમા-TVના 1,45,000થી વધારે સબ્સ્ક્રાઈબર છે. તે સંસદીય ચર્ચા અને રશિયન સાંસદોના ઈન્ટરવ્યુની ક્લિપનું પ્રસારણ કરે છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરીસ જોનસને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે કીવમાં મુલાકાત બાદ કહ્યું કે, અમે નાણાકીય અને સૈન્ય સહાયતાનું એક નવું પેકેજ સ્થાપિત કરી રહ્યા છીએ, જે રશિયાના અત્યાચાર સામે તેમના દેશના સંઘર્ષ પ્રત્યે અમારી કટિબદ્ધતાનું એક વસિયતનામુ છે. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન કીવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે. તો બીજીતરફ યુક્રેનમાંથી 44 લાખથી વધારે લોકોએ દેશ છોડી દીધો છે. સંયુક્ત રાષ્ટ્રની માહિતી પ્રમાણે શરણાર્થી એજન્સી UNHCR તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે 24 ફેબ્રુઆરીના રોજ રશિયા દ્વારા યુક્રેન ઉપર હુમલા બાદથી 4,441,663 યુક્રેની શરણાર્થીએ દેશ છોડી દીધો છે. આ આંકડો અગાઉની તુલનામાં 59,347 જેટલો વધારે છે. યુક્રેન છોડનાર લોકોમાં લગભગ 90 ટકા મહિલા છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).