Face Of Nation 10-04-2022 : આજે અભિનેત્રી આયશા ટાકિયાનો જન્મ દિવસ છે. થોડા દિવસ અગાઉ તેઓ સાથે એક એવી ઘટના બની હતી જેના કારણે તેનો 36 મો બર્થ ડે જરા અલગ રીતે યાદ રહેશે. પોતાના જન્મદિવસ પહેલા આયશા અને પતિ ફરહાન આઝમી સાથે એક એવી ઘટના બની છે જેના કારણે તેઓ પરેશાન થઈ ગયા હતા. તો બીજીતરફ આયશા ટાકિયાના પતિ ફરહાન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે તેઓ સાથે એરપોર્ટના બે અધિકારીઓ દ્વારા દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી આક્ષેપ કર્યો હતો કે, એરપોર્ટ પર બે અધિકારીઓએ તેણી સાથે ફિઝિકલ થવાનો પ્રયાસ કર્યો હતો.
મને-મારા પરિવારને અલગ કરી દેવાયો : આયશા
આયશા ટાકિયાના પતિ ફરહાન દ્વારા કરવામાં આવેલી ટ્વિટમાં તેણે કહ્યું હતું કે, એરપોર્ટ મેનેજમેન્ટ અધિકારીઓ દ્વારા મને અને મારા પરિવારને અલગ કરી દેવામાં આવ્યો હતો. તેમણે મારું નામ જોરથી વાંચીને આવું કર્યું હતું. અમે મુંબઈ જવા માટે ગોવાથી રવાના થઈ રહ્યા હતા. આ અધિકારીઓના નામ ઓફિસર આરપી સિંઘ અને એકે યાદવ, કમાન્ડર રાઉત-સિનિયર ઓફિસર કેટેગરીના હોવાનું તેમણે જણાવ્યું હતું.
મારી ઉપર આપત્તિજનક કોમેન્ટ કરી : ફરહાન
અન્ય એક ટ્વિટમાં ફરહાને લખ્યું હતું કે આ મામલે વિવાદનું સ્વરૂપ ત્યારે ધારણ કર્યું હતું જ્યારે સુરક્ષા ડેસ્ક પર એક ઓફિસરે મારી પત્ની અને દીકરાને શારીરિક રીતે અડવાણી અને બીજી લાઇનમાં ઊભા રાખવાની ટ્રાય કરી હતી. આ સમયે અન્ય પરિવારો એક સાથે ઊભા હતા. આ ઉપરાંત વધુ એક ટ્વિટ કરી હતી અને કહ્યું હતું કે, એરપોર્ટ પર આ બધુ આટલેથી અટક્યું ન હતું અને સિનિયર ઓફિસર બહાદુરે મને અલગ કર્યો હતો અને અલગથી મારી તપાસ કરી હતી. એ સમયે પણ તેણે મારી ઉપર આપત્તિજનક કોમેન્ટ કરી હતી અને મારા ખિસ્સા તપસ્યા હતા. જે સમયે તેણે મારા ખિસ્સા તપસ્યા ત્યારે મારા ખિસ્સામાં 500 રૂપિયા જ હતા. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા faceofnation@gmail.com ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).