Home News હોસ્ટેલમાં નોનવેજનો વિવાદ; JNUમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ, અનેક વિદ્યાર્થિનીઓ થઈ...

હોસ્ટેલમાં નોનવેજનો વિવાદ; JNUમાં વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે અથડામણ, અનેક વિદ્યાર્થિનીઓ થઈ લોહીલુહાણ!

Face Of Nation 10-04-2022 : દિલ્હી સ્થિત JNUમાં રવિવારે વિદ્યાર્થીઓના બે જૂથ વચ્ચે હિંસક અથડામણ થઈ. જેમાં અનેક છાત્રો ઘાયલ થયા છે. ABVP સભ્યોએ લેફ્ટ વિંગ પર રામનવમીની પૂજા નહીં કરવાનો આરોપ લગાવ્યો. તેમનું કહેવું હતું કે રામનવમીના પાવન પ્રસંગે 3.30 વાગ્યે છાત્રોએ પૂજા અને હવન રાખ્યો હતો. લેફ્ટ વિંગવાળા ત્યાં પહોંચીને પૂજા ન કરવા દીધી. બાદમાં બચવા માટે ખાવાના વિવાદ પર વાત કરવા લાગ્યા.
નાનવેજને લઈને વિવાદ
તો JNU સ્ટૂડન્ટ યુનિયને ABVP પર નોનવેજ ભોજન લેતા રોક્યા હતા. ઘટના JNUની કાવેરી હોસ્ટેલની છે. દર રવિવારે સ્પેશિયલ મીલ અંતર્ગત નોનવેજ બને છે. ABVPના લોકોનું કહેવું હતું કે, રામનવમીના દિવસે નોનવેજ નહીં બનવા દઈએ. જેને લઈને વિવાદ વધ્યો અને વાત હિંસા સુધી પહોંચી ગઈ. યુનિવર્સિટીએ ફરિયાદ કરતા પોલીસ ત્યાં પહોંચી. DCP મનોજ સીએ જણાવ્યું કે ઘટનામાં કેટલાંક છાત્ર ઘાયલ થયા છે. પોલીસ દળ હાલ ઘટનાસ્થળે તહેનાત છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).