Home News “ઈમરાન ફરી આઉટ, શેહબાઝ નવા સુકાની”; વિપક્ષે શાહબાઝ શરીફે પ્રધાનમંત્રી તરીકે પોતાના...

“ઈમરાન ફરી આઉટ, શેહબાઝ નવા સુકાની”; વિપક્ષે શાહબાઝ શરીફે પ્રધાનમંત્રી તરીકે પોતાના ઉમેદવાર કર્યા નોમિનેટ, આજે ફેંસલો!

Face Of Nation 11-04-2022 : પાકિસ્તાનના નવા વઝીર-એ-આઝમનો નિર્ણય સોમવારે થવાનો છે. ઇમરાન ખાન સત્તામાંથી બહાર થયા બાદ શરીફે ટ્વીટ દ્વારા મીડિયા, વકીલોનો આભાર વ્યક્ત કર્યો હતો. રવિવારે ઇમરાન વિરુદ્ધ અવિશ્વાસનો પ્રસ્તાવ પાસ થઈ ગયો હતો. તેમની વિરુદ્ધ 174 સાંસદોએ મત આપ્યો હતો. વિપક્ષી દળોએ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના શાહબાઝ શરીફને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર નોમિનેટ કર્યા છે. શાહબાઝ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના ભાઈ છે. રવિવારે તેમણે ટ્વીટ કરી મીડિયા, નાગરિક સમાજ, વકીલો, મારા કાયદ નવાઝ શરીફ, આસિફ ઝરદારી, મૌલાના ફઝલ-ઉર-રહમાન, બિલાવલ ભુટ્ટો, ખાલિદ મકબૂલ, ખાલિદ મગસી, મોસિન ડાવર, અલી વઝીર, આમિર હૈદર હોતી અને તમામ પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓનો બંધારણ માટે ઉભા રહેવા માટે આભાર માન્યો હતો.
પ્રસ્તાવથી બચવાના ઈમરાને કર્યા મરણિયા પ્રયાસ
અવિશ્વાસ પ્રસ્તાવથી બચવા માટે ઘણા પ્રયાસો બાદ પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં મધ્યરાત્રિમાં મતદાન થયું હતું. આ દરમિયાન 342 સભ્યોવાલી એસેમ્બલીમાં 174 સાંસદોએ પ્રસ્તાવના સમર્થનમાં મત આપ્યો હતો. પરંતુ પાકિસ્તાનમાં કાર્યકાળ પૂરો કર્યા વગર સત્તા ગુમાવવી નવી વાત નથી, પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા પદ છોડનાર ઇમરાન પ્રથમ પ્રધાનમંત્રી છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).