Face Of Nation 11-04-2022 : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લીધે હજારોની સંખ્યામાં લોકો અનાથ થઈ ગયા છે અને આ અનાથ થઈ ગયેલા લોકો પૈકી એક 9 વર્ષની દીકરીનો પણ સમાવેશ થાય છે. યુક્રેનમાં આ 9 વર્ષની દીકરીએ તેની આંખો સામે વ્હાલી માતાને અંતિમ શ્વાસ લેતા જોઈ હતી. યુક્રેનના બોરોડ્યાંકામાં મૃત્યુ પામેલી માતાને સંબોધીને આ 9 વર્ષની દીકરીએ હૃદયદ્રવી ઉઠે એવો એક પત્ર લખ્યો છે, જે સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બન્યો છે. યુક્રેનના આંતરીક બાબતોના મંત્રાલયના સલાહકાર એન્ટન ગેરાશચેંકોએ સોશિયલ મીડિયા ઉપર હાથેથી લખાયેલા આ પત્રને શેર કર્યો છે.
9 વર્ષની દીકરીએ માતાને સંબોધી શું લખ્યું?
‘મારી પ્યારી મમ્મા!! આ પત્ર 8 માર્ચના રોજ તમારા માટે એક સોગાત છે. મારા જીવનના સૌથી શ્રેષ્ઠ અમૂલ્ય 9 વર્ષ આપવા બદલ તમારો આભાર. મારા આ બાળપણ માટે હું તમારી ખૂબ આભારી છું. તમે આ વિશ્વના સૌથી સારા અને સૌથી પ્યારી મારી માતા છો. હું તમને મારા જીવનમાં ક્યારેય ભૂલીશ નહીં. હું ઈચ્છું છું કે તમે ઉપર હંમેશા ખુશ રહો. મારી ઈચ્છા છે કે તમે સ્વર્ગ (Heaven)માં જાઓ. હું તમને સ્વર્ગમાં ચોક્કસપણે મળીશ. તમને સ્વર્ગમાં મળી શકું તે માટે હું આ જગતમાં એક સારી છોકરી બનવાનો પૂરો પ્રયત્ન કરીશ.
– સ્નેહી, તમારી પ્યારી ગલિયા’
(આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1 ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).