Home Special કેમ્પ હનુમાન મંદિર રીવરફ્રન્ટ પર ખસેડાશે; મંદિર માટે જગ્યા નક્કી કરવામાં આવી,...

કેમ્પ હનુમાન મંદિર રીવરફ્રન્ટ પર ખસેડાશે; મંદિર માટે જગ્યા નક્કી કરવામાં આવી, હનુમાન જયંતિ બાદ ફરી પ્રસાદ વિતરણ શરૂ કરાશે!

Face Of Nation 11-04-2022 : અમદાવાદમાં દાયકાઓ જુના કેમ્પ હનુમાન મંદિરને રીવર ફ્રન્ટ ખસેડવા કેટલાક સમયથી ચર્ચાઓ થઈ રહી હતી. આ મુદ્દો કોર્ટમાં પણ પહોંચ્યો હતો. પરંતુ હવે મંદિર ટ્રસ્ટ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે, કેમ્પ હનુમાનનું મંદિર આર્મી કેન્ટોનમેન્ટમાં આવેલું છે. જેના કારણે ક્યારેક સુરક્ષાના કારણોસર ભક્તોને દર્શન માટે પ્રવેશ મળતો નથી. જેથી મંદિર રીવરફ્રન્ટ પર ખસેડવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રસાદ વિતરણને લઈને ચાલી રહેલા વિવાદનો પણ અંત આવ્યો છે. હવે બે વર્ષ બાદ ફરીથી ટ્રસ્ટીઓ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.
મંદિર ખસેડવા આર્મીને પત્ર લખીને જાણ કરાઈ
કેમ્પ હનુમાન મંદિરના પૂર્વ પ્રમુખ પાર્થિવ અધ્યારૂ એ જણાવ્યું હતું કે, મંદિર આર્મી હસ્તક છે. જેથી સુરક્ષાના કારણોસર અનેક વખત દરવાજા બંધ કરી દેવામાં આવે છે.આર્મીની સુરક્ષા પણ જરૂરી છે. તેમના નિર્ણયને પણ માન આપવું જોઈએ. હવે ભક્તો સરળતાથી ભગવાનના દર્શન કરી શકે તે માટે મંદિર રિવરફ્રન્ટ પર ખસેડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.આર્મીને પણ પત્ર લખીને જાણ કરવામાં આવી છે. સંરક્ષણ મંત્રાલય, રાજ્ય સરકાર અને AMC દ્વારા મંજુરી મળશે ત્યારે મંદિર રીવરફ્રન્ટ પર ખસેડવામાં આવશે. સુરેન્દ્ર પટેલે મંદિર માટે રીવર ફ્રન્ટ પર જગ્યા નક્કી કરી છે તે જગ્યા પર મંદિરને ખસેડવામાં આવશે. જે ભક્તોને ત્યાં પૂજા અર્ચના ના કરવી હોય તે મંદિર ખસેડવા મામલે વિરોધ કરશે.
પ્રસાદ વિતરણની સત્તાવાર જાહેરાત કરાશે
પ્રસાદ વિતરણ અંગે મંદિરના એક ટ્રસ્ટીએ જણાવ્યું હતું કે અત્યાર સુધી ટ્રસ્ટ મંડળ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવતું નહોતું. પ્રસાદ વિતરણમાં અત્યાર સુધી ગેરરીતિ થતી હતી જેમાં વધુ ભેટ મૂકે તેને પ્રસાદ આપવામાં આવતો હતો. જોકે કોરોનાને કારણે દોઢ વર્ષથી પ્રસાદ વિતરણ બંધ હતું અને હવે છેલ્લા 6 મહિનાથી પ્રસાદ વિતરણ મંદિરના ટ્રસ્ટીઓ હસ્તક લઈ લેવામાં આવ્યું છે. હવે હનુમાન જયંતિ બાદ ટ્રસ્ટી મંડળની બેઠક મળશે જેમાં પ્રસાદ વિતરણ અંગે નિર્ણય કરાશે. પ્રસાદ વિતરણમાં હવે ભેટ લખાવનારને પહોંચ પણ આપવામાં આવશે. ટ્રસ્ટી મંડળ દ્વારા પ્રસાદ વિતરણ અંગે આયોજન કર્યું છે જે અંગે સત્તાવાર જાહેરાત કરાશે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).