Home Gujarat રાજ્યમાં 1 મહિના બાદ 35 નવા કેસ નોંધાયા: 19 નવા કેસ સાથે...

રાજ્યમાં 1 મહિના બાદ 35 નવા કેસ નોંધાયા: 19 નવા કેસ સાથે ગાંધીનગર પ્રથમ ક્રમે રહ્યું, અમદાવાદ 9 કેસ નોંધાયા!

Face Of Nation 11-04-2022 : રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડા વચ્ચે અચાનક જ રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કેસમાં વધારો થયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 નવા કેસ નોંધાયા છે. જેમાં ગાંધીનગર કોર્પોરેશનમાં 18 અને જિલ્લામાં એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં 148 એક્ટિવ કેસ છે. આજે અમદાવાદ શહેરમાં 9, વડોદરા શહેરમાં 4 કેસ નોંધાયા છે. જ્યારે જામનગર શહેર, આજે 7 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 20મા દિવસે કોરોનાથી એકપણ મોત નોંધાયું નથી. રાજ્યનો રિકવરી રેટ ઘટીને 99.09 ટકા થયો છે. તો બીજીતરફ રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 24 હજાર 073ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 942 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 12 હજાર 992 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 148 એક્ટિવ કેસ છે, એક પણ દર્દી વેન્ટિલેટર નથી, જ્યારે 148 દર્દીની હાલત સ્થિર છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).