Home News પાકિસ્તાન 23મા પ્રધાનમંત્રી શહબાઝ શરીફ બન્યા; રાષ્ટ્રપતિની જગ્યાએ સેનેટ ચેરમેને અપાવ્યા શપથ,...

પાકિસ્તાન 23મા પ્રધાનમંત્રી શહબાઝ શરીફ બન્યા; રાષ્ટ્રપતિની જગ્યાએ સેનેટ ચેરમેને અપાવ્યા શપથ, પ્રધાનમંત્રી મોદીએ આપ્યા અભિનંદન!

Face Of Nation 11-04-2022 : શહબાઝ શરીફે રાત્રે પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી બની ગયા છે. શહબાઝને શપથ સેનેટના ચેરમેન સાદિક સંજરાનીએ અપાવ્યા. આશ્ચર્યની વાત એ છે કે પ્રેસિડેન્ટ આરિફ અલ્વી તેમને શપથ અપાવવા ન પહોંચ્યા. સમારંભ પણ પ્રેસિડેન્ટ હાઉસમાં જ થયો. અલ્વી ઈમરાનના ખાસ મિત્ર છે. શપથ ગ્રહણમાં આર્મી અને ISIના ચીફ પણ હાજર રહ્યાં. તો પ્રધાનમંત્રી તરીકે પસંદ થયા બાદ શાહબાઝ જેવાં જ સંસદમાંથી બહાર નીકળ્યા તો ભત્રીજી મરિયમ નવાઝ તેમને ભેટી પડી અને તે સાથે જ ડુમો ભરાઈ આવ્યો. શાહબાઝે તેમની પીઠ થપથપાવી હતી. તો બીજીતરફ પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી શહબાઝ શરીફને અભિનંદન આપ્યાં હતા. સોમવારે સંસદમાં વોટિંગ પહેલાં ઈમરાન ખાનની પાર્ટી (PTI)ના તમામ સાંસદો અને ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરીએ રાજીનામું આપી દીધું છે. ઈમરાનની પાર્ટી તરફથી પ્રધાનમંત્રી પોસ્ટના કેન્ડિડેટ શાહ મોહમદ કુરૈશીએ નામ પરત લઈ લીધું છે.
ઈમરાનના મિત્ર રમીઝ રાજા પણ પદ છોડશે?
ઈમરાનની સત્તા પરથી હકાલપટ્ટી બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)માં મોટો ફેરફાર જોવા મળી શકે છે. PCB ચેરમેન અને ઈમરાન ખાનના મિત્ર રમીઝ રાજા પણ પદ છોડી શકે છે. રમીઝ રાજાએ દુબઈમાં ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) સાથેની બેઠક બાદ પોતાના રાજીનામાની જાહેરાત કરી શકે છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).