Home Gujarat હિંમતનગરમાં ફરી ભડકી હિંસા; અંધારાનો લાભ લઈને હસનનગરમાંથી વણઝારાવાસમાં પેટ્રોલ બોમ્બ ફેંકાયા,પોલીસે...

હિંમતનગરમાં ફરી ભડકી હિંસા; અંધારાનો લાભ લઈને હસનનગરમાંથી વણઝારાવાસમાં પેટ્રોલ બોમ્બ ફેંકાયા,પોલીસે ટિયરગેસના છોડ્યા સેલ!

Face Of Nation 11-04-2022 : સાબરકાંઠાના હિંમતનગરમાં ફરી તંગદીલીનો માહોલ જોવા મળી રહ્યો છે. હસનનગર વિસ્તાર માંથી પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ હોવાની માહિતી મળી રહી છે. હસનનગર વિસ્તારમાં આવેલા વણઝારાવાસમાં બે ટોળાઓ સામસામે આવી જતા સ્થિતિ થોડી ઘડીઓ માટે અજંપાભરી થઈ ગઈ હતી. સામ સામે પથ્થરમારો કર્યા બાદ પેટ્રોલ ભરેલી બોટલો ફેંકાઈ છે.
પોલીસ-સુરક્ષા જવાનો પર પેટ્રોલ બોમ્બ નંખાયા
ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો પહોચ્યો છે. પોલીસે સ્થિતિ પર કાબૂ મેળવવા ટિયરગેસના સેલ છોડ્યા છે. પોલીસ જે ઘટના સ્થળે હતી પણ અંધારાનો લાભ લઈ અસામાજિક તત્વો ફરી હિંસા ભડકાવવાના પ્રયાસ કર્યા છે. તે ઉપરાંત પેટ્રોલ બોમ્બ પણ અલગ અલગ જગ્યાએથી નાખવામાં આવી રહ્યા છે જેના કારણે પોલીસને પણ સ્થતિ સમજવામાં સમય લાગી રહ્યો છે. વિસ્તારમાં આવેલી સાંકળી ગલીઓને કારણે પણ સ્થિતિ પર કાબુ મેળવવામાં સમય લાગી રહ્યો છે.
CRPF અને RAFની બે કંપની તૈનાત કરાઈ
સાબરકાંઠાના હિંમતનગરમાં CRPFની ટીમ અને RAFની 2 કંપની તૈનાત કરી દેવાય છે. શહેરના તમામ વિસ્તારમાં પેટ્રોલિંગ કરશે. હાલ શહેરના છાપરિયા વિસ્તારમાં કલમ 144 લાગૂ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિ કાબૂમાં રાખવા માટે પેટ્રોલિંગ કરશે. અતિસંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ હાથ ધર્યું છે. (આપની આસપાસ બનતી માહિતીના ફોટા કે વિડીયો અથવા આપની રજૂઆત કે જેને તમે સમાચારમાં સ્થાન આપવા માંગતા હોય, તેને 9328282571 ઉપર વોટ્સએપ કરો અથવા [email protected] ઉપર ઇમેઇલ કરી શકો છો. આપ ટેલિગ્રામની joinchat/SG0NAxhmbJweEQL1Ov-lkg આ લિંક ઓપન કરી ગ્રુપમાં જોડાઈ દરરોજે સમાચારની અપડેટ સમયસર મેળવી શકો છો તથા ટેલિગ્રામમાં અમારી ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી શકો છો જેનું નામ છે : faceofnation1  ફેસબુકમાં પણ faceofnation.news નામથી સર્ચ કરી લાઈક કરીન સતત અપડેટ મેળવી શકો છો. ટ્વીટરમાં FaceOfNation1 નામથી સર્ચ કરી ફોલો કરી સતત અપડેટ મેળવી શકો છો).