રેતીમાં જેલી ફિશના કરડવાથી દુખાવો થાય કે સોજો ચડે, તો ગભરાવું નહીં પરંતુ તાત્કાલિક દરિયાનું પાણી લગાડી દેવું જોઈએ
Face Of Nation:ઇઝરાયલ ફરવા જતા વ્યક્તિઓ માટે એક ખરાબ ખબર છે. લાખો જેલી ફિશે પોતાની સફર ઇઝરાયલનાં દરિયા કિનારા તરફ ચાલુ કરી છે. તટ પર જેલી ફિશ આવવાને કારણે રજાઓ માણવા પહોંચેલા પ્રવાસીઓને નિરાશા અને પર્યટન સાથે સંબંધિત વ્યવસાય સાથે જોડાયેલ લોકોને પરેસાની થઇ શકે છે. જ્યારે બીજી બાજુ લાઇફગાર્ડ તૈરવૈયાઓને પણ સાવધાની રાખવા માટે નિયમો આપવામાં આવ્યાં છે.
જેલી ફિશને સમજવા માટે પહેલા આપણે સમજવું પડશે કે જેલી ફિશ કોઇ માછલી નથી. જેલી ફિશ એક કરોડવગરનું પ્રાણી છે. જે ડંખ મારીને શિકારને પકડે છે. તેઓ ઘરતી પર 500 મિલિયનથી વધારે વર્ષોથી છે. જેલી ફિશ સમુદ્રો અને મહાસાગરોમાં રહે છે.
જેલી ફિશની શરૂઆતનો હિસ્સો પારદર્શક બલૂન જેવો દેખાય છે. આ બલૂન જેવા ભાગના કારણે જ તે પાણીમાં તરી શકે છે. આ માછલીના પગના સ્થાને કાંટાળો લાંબો અવયવ હોય છે જેના દ્વારા તે કરડી શકે છે. આ અવયવ 7થી 8 ઇંચ સુધી વિકસી શકે છે. તેના કાંટામાં ઝેર હોય છે તેના કરડવાથી કોઈ ગંભીર સમસ્યા થતી નથી, પરંતુ આપણી ત્વચા સંવેદનશીલ હોવાના કારણે ખૂબ જ દુખાવો થાય છે. કેટલીક જેલી ફિશનો ડંખ ઝેરીલો હોય છે.